Premium Public Transport in Delhi: ઈકોનૉમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, દિલ્હી સરકાર એક એવી નવી સ્કીમ લાવવા જઈ રહી છે. જે અનુસાર દિલ્હીમાં પ્રીમિયમ બસો દોડાવવામાં આવશે. આ બસો ખુબ જ સ્પેશ્યલ હશે, જેમાં મુસાફરી કરતા મુસાફરો એક મોબાઇલ એપની મદદથી પોતાની સીટ બુક કરી શકશે.


પેનિક બટન અને એસી જેવી સુવિધાઓથી પણ હશે - 
આ બસોમાં વાઈફાઈ, સીસીટીવી કેમેરા, પેનિક બટન અને એસી જેવી તમામ સુવિધાઓ હશે. આ બસો ચલાવવાનો પ્રથમ ઉદ્દેશ્ય મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના મુસાફરોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.


ટિકીટ ફી - 
આ બસોમાં મુસાફરી કરવા માટે તમારે ડીટીસી બસો કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે. જોકે આ માર્કેટ રેટ પ્રમાણે હશે. ખાસ વાત છે કે, આ બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સ્કીમ લાગુ થશે નહીં અને આ બસોમાં કોઈપણ મુસાફર ઉભા રહીને જઈ શકશે નહીં.


વર્લ્ડ ક્લાસ પબ્લિક ટ્રાન્સપોર્ટ 
દિલ્હી દેશની રાજધાની છે, એટલે જરૂરી છે કે અહીંનું પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વર્લ્ડ ક્લાસ લેવલનું હોવું જોઈએ. વિશ્વના અન્ય દેશોના શહેરોની જેમ. જાહેર પરિવહન સલામત, આરામદાયક અને સમયસરનું હોવું જરૂરી છે. 


ખાનગી સંસ્થાઓ દ્વારા બસો સંચાલિત કરાશે - 
દિલ્હી સરકાર દ્વારા લાવવામાં આવતી આ યોજના અંતર્ગત આ બસો ખાનગી એગ્રીગેટર્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે. જેમને દિલ્હી સરકાર લાયસન્સ આપશે. આ માટે તેઓએ આની ફી સરકારને ચૂકવવી પડશે. વળી, આ યોજના અંતર્ગત એવી CNG અને ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ કરી શકાશે જે ત્રણ વર્ષથી વધુ જૂની નહીં હોય. આ ઉપરાંત આ યોજનામાં ઉપયોગમાં લેવાતી ઈલેક્ટ્રિક બસોની લાઇસન્સ ફી માફ કરવામાં આવશે.


એલજી તરફથી એપ્રૂવ થવાનુ બાકી 
આ યોજના માટે એલજી તરફથી મંજૂરી મળવાની હજુ બાકી છે, આ માટે દિલ્હી સરકાર દ્વારા ફાઇલ મોકલવામાં આવી છે. એટલુ જ નહીં લોકોનો પ્રતિસાદ લેવા માટે પૉલિસી પણ ટુંક સમયમાં ઓનલાઈન શેર કરવામાં આવશે.


 


શું પેટ્રોલ-ડીઝલ સસ્તા થઈ જશે? સરકારે પેટ્રોલિય ક્રૂડ પરનો આ ટેક્સમાં કર્યો ઘટાડો


Windfall Tax Cut: કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે અને તેને ઘટાડીને 4100 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. અગાઉ પેટ્રોલિયમ ક્રૂડ પર પ્રતિ ટન 6400 રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવતો હતો. આ નવા ઘટાડેલા દરો આજથી એટલે કે મંગળવારથી લાગુ થઈ ગયા છે અને સરકારે એક સત્તાવાર સૂચના દ્વારા તેની જાણકારી આપી છે. ડૉલરના સંદર્ભમાં, સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ ટન $50.14નો ઘટાડો કર્યો છે.


પેટ્રોલ-ડીઝલ અને ATF પર વિન્ડફોલ ટેક્સ કેટલો છે?


ભારત સરકારે પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરનો વિન્ડફોલ ટેક્સ શૂન્ય પર જાળવી રાખ્યો છે એટલે કે આ પેટ્રોલિયમ ઉત્પાદનો પર કોઈ વિન્ડફોલ ટેક્સ નથી.


Car loan Information:

Calculate Car Loan EMI