Royal Enfield New Bikes: રૉયલ એનફિલ્ડે પોતાની બે મૉટરસાયકલ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 સ્પેશ્યલ એડિશનને B6 કમ્પ્લાયન્ટ એન્જિન અને શાનદાર લૂકની સાથે રજૂ કરી દીધી છે. આ બાઇક માટે કંપની થોડાક સયમ પહેલાથી જ પ્રી-બુકિંગ લેવાનુ શરૂ કરી ચૂકી હતી. રૉયલ એનફિલ્ડની આ બાઇકનો મુકાબલો કરનારી બાઇક કેટીએમ ડ્યૂક 390, કાવાસાકી નિન્ઝા 300 અને હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750 બાઇક સામેલ છે. જુઓ અહીં બન્ને નવી લેટેસ્ટ બાઇક વિશે...


લૂક  - 
રૉયલ એનફિલ્ડની નવી રૉયલ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 બાઇકમાં ગૉળ હેડલાઇટ, લાંબો કૉમેડ એક્ઝૉસ્ટ અને ઢાળવાળી ફ્યૂલ ટેન્કની સાથે ટ્રિપર નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી સપૉર્ટેડ સેમિ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સૉલ, બેસ્ટ લાઇટિંગ માટે ઇન્ટરસેપ્ટર 650માં હલૉઝન હેડલાઇટ અને LED ટેલલેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે કૉન્ટિનેન્ટલ જીટી 650માં ઓલઇલઇડી સેટઅપ મળે છે. 


એન્જિન  -
નવી બાઇક્સ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 માં આપવામાં આવેલું એન્જિન બીએસ6 માપદંડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા 648ccની પેરેલલ ટ્વીન એન્જિન છે, જે આ બન્ને બાઇકને 7150rpm પર 47bhp ની મેક્સિમમ પાવર અને 5250rpm પર 52Nm નો પીક ટૉર્ક આપવાની ક્ષમતા વાળુ છે. સાથે જ આ એન્જિન 6- સ્પીડ ગિયરબૉક્સ અને સ્લિપર ક્લચ સાથે જોડવામાં આવ્યુ છે. 


ફિચર્સ - 
નવી રૉયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 બન્ને બાઇકમાં આપવામાં આવેલા ફિચર્સની વાત કરીએ તો, રસ્તાંઓ પર બેસ્ટ હેડલિંગ માટે ડ્યૂલ ચેનલ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS)ની સાથે સાથે આના બન્ને પૈડાઓ પર ડિસ્ક બ્રેક આપવામાં આવેલી છે. વળી, સસ્પેન્શનની વાત કરીએ તો ફ્રન્ટમાં 40 એમએમ ટેલિસ્કૉપિક ફૉર્ક્સ અને પાછળની બાજુએ ટ્વીન શૉક અવશૉર્ક્સ આપવામાં આવ્યા છે. 


કિંમત - 
અત્યારે આ બન્ને બાઇકોને વેચાણ માટે યૂરોપ અને લંડનમાં ઉતારી દેવામાં આવ્યા છે. જ્યાં રૉયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલની કિંમત ક્રમશઃ 6.47 લાખ રૂપિયા અને 6.67 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જાણકારી અનુસાર, આ બાઇકને ભારતમાં જલદી લૉન્ચ કરવામાં આવી શકે છે. 


આની સાથે થશે માર્કેટમાં ટક્કર  - 
રૉયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 બાઇકને ટક્કર આપનારી બાઇકના લિસ્ટમાં કેટીએમ ડ્યૂક 390, કાવાસાકી નિન્ઝા 300, હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750, બેનેલી ઇમ્પીરિયલ 400, ઝાવા પેરાક, યેજદી સ્ક્રેમ્બલર, યેઝદી રૉડસ્ટર જેવી બાઇક સામેલ છે. 


 


Car loan Information:

Calculate Car Loan EMI