Bajaj Pulsar 125 2026 Launch: ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં 'સ્પોર્ટી બાઈક' (Sporty Bike) નો પર્યાય બની ગયેલી બજાજ ઓટો (Bajaj Auto) એ ગ્રાહકોને ખુશ કરી દીધા છે. કંપનીએ ભારતમાં તેનું નવું 2026 Bajaj Pulsar 125 મોડેલ લોન્ચ કર્યું છે. આ બાઈકની સૌથી મોટી ખાસિયત તેની કિંમત છે, જે ₹90,000 કરતા પણ ઓછી રાખવામાં આવી છે. જે લોકો ઓછાં બજેટમાં દમદાર લુક અને પાવરફુલ પર્ફોર્મન્સ ઈચ્છે છે, તેમના માટે આ બાઈક બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. કંપનીએ એન્જિન જૂનું જ રાખ્યું છે, પરંતુ લુક અને ફીચર્સમાં મોટા અપડેટ્સ (Updates) કર્યા છે.

Continues below advertisement

કિંમત અને વેરિએન્ટ (Price & Variants) 

પલ્સર સીરીઝની આ સૌથી સસ્તી બાઈક છે. તે બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે:

Continues below advertisement

સિંગલ-સીટ (Single-Seat): જેની કિંમત ₹89,910 (એક્સ-શોરૂમ) છે.

સ્પ્લિટ-સીટ (Split-Seat): જેની કિંમત ₹92,046 (એક્સ-શોરૂમ) છે.

ડિઝાઇન અને LED લુક 2026 

મોડેલમાં સૌથી મોટો ફેરફાર તેની લાઈટિંગ સિસ્ટમમાં જોવા મળે છે. જૂની હેલોજન લાઈટ્સને હટાવીને હવે તેમાં આધુનિક LED Headlamp અને LED ટર્ન ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે, જે બાઈકને વધુ શાર્પ અને એગ્રેસિવ લુક આપે છે. આ ઉપરાંત, બ્લેક ગ્રે, રેસિંગ રેડ અને સાયન બ્લુ જેવા નવા કલર ઓપ્શન્સ અને ગ્રાફિક્સ તેને વધુ આકર્ષક બનાવે છે.

એન્જિન અને દમદાર માઈલેજ (Mileage) 

નવી પલ્સર 125 માં ભરોસાપાત્ર 124.4cc નું સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 11.64 bhp પાવર અને 10.8 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. ડેઈલી કમ્યુટર્સ માટે સારા સમાચાર એ છે કે આ બાઈક 50 થી 55 kmpl ની શાનદાર માઈલેજ આપવા સક્ષમ છે. સસ્પેન્શન માટે ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિયરમાં ગેસ-ચાર્જ્ડ શોક એબ્ઝોર્બર્સ આપવામાં આવ્યા છે, જે ખાડાવાળા રસ્તાઓ પર આરામદાયક રાઈડ આપે છે.

હાઈ-ટેક ફીચર્સ (Features) 

બજાજે આ વખતે ફીચર્સમાં કોઈ કચાશ રાખી નથી. બાઈકમાં હવે ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (Digital Instrument Cluster) મળે છે, જે Bluetooth Connectivity ને સપોર્ટ કરે છે. આજના સ્માર્ટફોન યુગને ધ્યાનમાં રાખીને તેમાં USB Charging Port પણ આપવામાં આવ્યો છે, જેથી મુસાફરી દરમિયાન મોબાઈલ ચાર્જ કરી શકાય. આ નવી બાઈક હવે દેશભરના શોરૂમ્સમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.


Car loan Information:

Calculate Car Loan EMI