Bikes Under One lakh: ભારતમાં મૉટરસાઈકલનો ક્રેઝ લોકોમાં વર્ષોથી પ્રચલિત છે. આજના સમયમાં બાઈક એ લોકોની રોજીંદી જરૂરિયાત બની ગઈ છે. લોકો એવી બાઇક ખરીદવાનું પસંદ કરે છે જે સસ્તી હોય અને સારી માઇલેજ આપે. વળી, બાઇક મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ પણ સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને અને તેમના વેચાણને વધારવા માટે બજારમાં બેસ્ટ મૉટરસાઇકલ લૉન્ચ કરે છે. ભારતીય માર્કેટમાં 1 લાખ રૂપિયાના બજેટમાં આવી ઘણીબધી બાઇક્સ છે, જેમાં શાનદાર ફિચર્સ છે અને આ બાઇક્સ સારી માઇલેજ પણ આપે છે.
હોન્ડા શાઇન (Honda Shine)
Honda Shine દેશમાં વેચાતી સૌથી લોકપ્રિય બાઇક છે. આ મૉટરસાઇકલમાં 4-સ્ટ્રૉક, SI એન્જિન છે. આ એન્જિન 7,500 rpm પર 5.43 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 5,000 rpm પર 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે. હીરોની આ બાઇક 55 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 64,900 રૂપિયાથી શરૂ થાય છે. દેશના વિવિધ રાજ્યોમાં આ કિંમતમાં તફાવત હોઈ શકે છે.
હીરો સ્પ્લેન્ડર (Hero Splendor)
Hero Splendor Plus દેશની સૌથી વધુ વેચાતી બાઇક છે. ચાર કરોડથી વધુ લોકોએ હીરો સ્પ્લેન્ડર ખરીદ્યું છે. આ બાઇકમાં એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, OHC એન્જિન છે. આ બાઇકની ફ્યૂઅલ-ટેન્ક ક્ષમતા 9.8 લિટર છે. આ બાઇક 60 kmplની માઇલેજ આપે છે. હીરોની આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 75,441 રૂપિયાથી શરૂ થાય છે.
ટીવીએસ સ્પૉર્ટ (TVS Sport)
TVS સ્પૉર્ટમાં સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રૉક, ફ્યૂઅલ ઇન્જેક્શન, એર-કૂલ્ડ સ્પાર્ક ઇગ્નીશન એન્જિન છે. આ એન્જિન 7,350 rpm પર 6.03 kW નો પાવર અને 4,500 rpm પર 8.7 Nm નો ટૉર્ક પ્રદાન કરે છે. આ બાઇક 90 kmphની ટોપ સ્પીડ આપે છે. આ TVS બાઇક 80 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે.
બજાજ પ્લેટિના (Bajaj Platina)
Bajaj Platinaમાં 115cc DTS-i એન્જિન છે. બાઇકના એન્જિન સાથે 4-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન જોડાયેલું છે. આ બાઇકની ફ્યૂઅલ ટાંકીની ક્ષમતા 11 લિટર છે. બજાજની આ બાઇક 72 kmplની માઇલેજ આપે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 71,354 રૂપિયાથી શરૂ થાય છે.
આ પણ વાંચો
Royal Enfieldની આ નવી બાઈક 23 નવેમ્બરે લોન્ચ થશે, જાણો એન્જિનથી લઈને કિંમત સુધી તમામ વિગતો
Car loan Information:
Calculate Car Loan EMI