Bharat Mobility Global Expo 2025: ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોના પહેલા દિવસે એટલે કે આજે (17 જાન્યુઆરી), ટોયોટાએ તેની મોસ્ટ અવેટેડ ટોયોટા અર્બન ક્રુઝર EVનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ટોયોટાની આ EV ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. ટોયોટાની આ EV એ જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે જેના પર મારુતિ E વિટારા ડિઝાઇન કરવામાં આવી છે.
Toyota Urban Cruiser EVના ફીચર્સ
ભારતમા મારૂતિ વિટારા ઇલેક્ટ્રિકના લોન્ચિંગ પછી ટોયોટા આ મોડેલને ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. મારુતિ સુઝુકી ઇ-વિટારા પર આધારિત આ SUV મોટાભાગે ઓરિજન SUV જેવી જ છે. જોકે, કારમાં નવી ડિઝાઇન કરેલી LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ, હેડલેમ્પ્સ, એલોય વ્હીલ્સ અને મોડિફાઇડ રીઅર પ્રોફાઇલ આપવામાં આવી છે. આ સાથે તમને કારમાં કનેક્ટેડ એપ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સનરૂફ અને JBL સાઉન્ડ સિસ્ટમ મળશે.
સેફ્ટી ફિચર્સ તરીકે અર્બન ક્રુઝર ઇલેક્ટ્રિકમાં 360-ડિગ્રી કેમેરા અને ADAS સુવિધા આપવામાં આવી છે. તેના ADAS સ્યુટમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ અને લેન-કીપ આસિસ્ટનો સમાવેશ થાય છે.
Toyota Urban Cruiser EVની પાવરટ્રેન
ટોયોટા અર્બન ક્રુઝર ઇવી મારૂતિ સુઝુકી ઇ-વિટારાની જેમ બે પાવરટ્રેન કોન્ફિગરેશન સાથે રજૂ કરાઇ છે. આ SUV 49kWh અને 61kWh ક્ષમતાવાળા લિથિયમ-આયર્ન ફોસ્ફેટ સેલના બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે. નાની બેટરી સાથે ફ્રન્ટ એક્સલ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર 144hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, જ્યારે મોટી બેટરીવાળા વેરિઅન્ટની મોટર 174hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
બજારમાં કઈ કાર સાથે સ્પર્ધા કરશે?
ભારત મોબિલિટી શો 2025માં પ્રદર્શિત થનારી ટોયોટા અર્બન ક્રુઝર EV આ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં આવી શકે છે. ભારતીય બજારમાં આ EV ટાટા કર્વ, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક અને મહિન્દ્રા BE 6 ને સખત સ્પર્ધા આપી શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI