Bharat NCAP retest RTI: ભારતમાં હવે કાર ખરીદતી વખતે લોકો માત્ર માઈલેજ કે લુક જ નહીં, પરંતુ સેફ્ટી પર પણ ખાસ ધ્યાન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે કારનું ક્રેશ ટેસ્ટ કરતી સંસ્થા ભારત NCAP (New Car Assessment Programme) ને લઈને એક RTI દ્વારા મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, મારુતિ, ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓની 7 કારના ક્રેશ ટેસ્ટ રિઝલ્ટ જાહેર કરતા પહેલા ભારત NCAP એ તેનું ફરીથી ટેસ્ટિંગ (રી-ટેસ્ટ) કર્યું હતું. આ ખુલાસા બાદ લોકોના મનમાં સવાલ ઊઠી રહ્યા છે કે શું આ કાર ખરેખર અસુરક્ષિત છે? જોકે, નિષ્ણાતો આ વાતને નકારી રહ્યા છે અને તેને માત્ર એક ટેકનિકલ પ્રક્રિયા ગણાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ઊઠ્યા સવાલો

આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે. ઘણા લોકો એવું માની રહ્યા છે કે પહેલીવાર કરાયેલા ટેસ્ટિંગમાં આ કારના રિઝલ્ટ અપેક્ષા મુજબના નહીં આવ્યા હોય, તેથી જ તેનું ફરીથી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હશે. પરંતુ, RTI રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રી-ટેસ્ટિંગ કરવું એ કોઈ ખોટી પ્રક્રિયા નથી. ઘણીવાર અમુક ટેકનિકલ કારણોસર આવું કરવું પડતું હોય છે.

Continues below advertisement
Continues below advertisement

કઈ 7 કારનું થયું રી-ટેસ્ટિંગ?

RTI દ્વારા મળેલી માહિતી મુજબ, જે કારનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તેમાં નીચેની કાર સામેલ છે:

મારુતિ ડિઝાયર (Maruti Dzire)

ટાટા પંચ ICE (Tata Punch ICE)

ટાટા કર્વ ICE (Tata Curvv ICE)

ટાટા સીએરા ICE (Tata Sierra ICE)

મહિન્દ્રા XUV 3XO (Mahindra XUV 3XO)

મહિન્દ્રા XUV400 EV (Mahindra XUV400 EV)

મહિન્દ્રા BE 6 (Mahindra BE 6)

આ પણ વાંચોઃ તમારી પેટ્રોલ કારમાં CNG કિટ નંખાવતા પહેલા આ સરકારી નિયમો જાણી લો, નહીં તો પસ્તાશો

નિયમો શું કહે છે?

રિપોર્ટ અનુસાર, આ આખી પ્રક્રિયા AIS-197 ની કલમ 6.2 હેઠળ કરવામાં આવી હતી. આ નિયમ એવું કહે છે કે જો ટેસ્ટનો ડેટા અધૂરો હોય, કોઈ ચોક્કસ પેરામીટર્સ ખૂટતા હોય અથવા રિઝલ્ટ નિર્ધારિત લિમિટ કરતા વધારે આવતું હોય, તો એજન્સી ફરીથી ટેસ્ટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત NCAP એ અત્યાર સુધીમાં 35 કારનું ટેસ્ટિંગ કર્યું છે અને આ બધી જ કાર કંપનીઓએ જાતે જ ટેસ્ટ માટે આપી હતી. સરકારે હજુ સુધી ટેસ્ટિંગ માટે પોતાની રીતે કોઈ કાર પસંદ કરી નથી.

તો શું આ કાર ખરેખર અસુરક્ષિત છે?

નિષ્ણાતોના મતે, રી-ટેસ્ટિંગનો અર્થ હંમેશા એવો નથી હોતો કે કારની સેફ્ટી નબળી છે. કેટલીકવાર ટેકનિકલ સમસ્યાઓ, અધૂરા ડેટા અથવા ફાઇનલ રિઝલ્ટ વધુ સચોટ છે તેની ખાતરી કરવા માટે ફરીથી પરીક્ષણ કરવામાં આવે છે. દુનિયાભરના અન્ય ગ્લોબલ સેફ્ટી પ્રોગ્રામ્સમાં પણ આ જ પ્રક્રિયા અનુસરવામાં આવે છે.

ભારત NCAP નો મુખ્ય હેતુ ભારતીય ગ્રાહકોને એકદમ સાચું અને ભરોસાપાત્ર સેફ્ટી રેટિંગ આપવાનો છે. જોકે, આ RTI ના ખુલાસા બાદ, લોકો હવે ભારત NCAP પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવે જેથી ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બને.

આ પણ વાંચોઃ

ઉનાળામાં તમારી કાર આગનો ગોળો બની શકે છે! આજે જ કારમાંથી આ 3 વસ્તુઓ તાત્કાલિક કાઢી નાખો


Car loan Information:

Calculate Car Loan EMI