2023 Tata Harrier Booking: ટાટા મૉટર્સે પોતાના આવનારા અપડેટેડ મૉડલ 2023 હેરિયર એસયૂવી માટે બુકિંગ શરૂ કરી દીધુ છે. નવા અપડેટેડ હેરિયરના એક્સટીરિયરમાં કંઇક ખાસ ફેરફાર નથી કરવામાં આવ્યો, પરંતુ કેબિન અને સેફ્ટી ફિચર્સમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવી હેરિયર હવે ADAS સિસ્ટમ વાળી હશે, સાથે જ આમાં બીજા કેટલાય ફેરફારો કરવામાં આવ્યા છે.


કેવો હશે લૂક ?
Tata Motorsએ હેરિયરની હાલની ડિઝાઇનમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ કારમાં 17 ઇંચના ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, જેનૉન એચઆઇડી પ્રૉઝેક્ટર હેડલેમ્પ, 3ડી એલઇડી ટેલલેમ્પ અને ગ્લાસ એરિયાની આસપાસ ક્રૉમ ફિનિશ આપવામાં આવ્યુ છે. 


કેવુ હશે ઇન્ટીરિયર - 
Harrierના ઇન્ટીરિયરની વાત કરીએ તો આમાં ઘણાબધા ફેરફારો કરવામાં આવ્યા છે. આની સીટ્સથી લઇને ડેશબૉર્ડ સુધી બધુ બિલકુલ નવુ છે. આના અપફ્રન્ટમાં એક નવી 7 ઇંચની ફૂલી ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યુ છે, જેમાં ઘણાબધા ઇનબિલ્ટ ફન્ક્શન્સ પણ છે. આની નવી 12 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ ખુબ સ્મૂથ અને ફાસ્ટ છે. સાથે જ આમાં જીબીએલનુ 9- સ્પીકર ઓડિયો સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ કારમાં હવે IRA-કનેક્ટેડ કાર સૂઇટ આપવામાં આવ્યુ છે, જેમાં રિમૉટ કમાન્ડ, જિયૉફેન્સિંગ, ઓટીએ અપડેટ વ્હીકલ સૉલ્યૂશન સહિત અનેક નવા સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે. 


ADAS વાળી હશે નવી કાર - 
2023 Tata Harrier માં લેવલ 2 ADAS સિસ્ટમ પમ મળશે, જેમાં ફ્રન્ટ કૉલિશન એલર્ટ, ઓટૉમેટિક ઇમર્જન્સી બ્રેક, ટ્રાફિક સાઇન રિક્ગનાઇઝેશન, હાઇ-બીમ આસિસ્ટ લેન્ડ ડિપાર્ટર વૉર્નિંગ, બ્લાઇન્ડ સ્પૉટ ડિટેક્શન, લેન ચેન્જ એલર્ટ અને રિયર કૉલિશન એલર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 


બુકિંગ - 
2023 ટાટા હેરિયર માટે કંપનીએ બુકિંગ શરૂ કરી દીધુ છે. જેમાં ગ્રાહક ઓનલાઇન કે ડીલરશીપ દ્વારા બુકિંગ કરી શકે છે. આ માટે તેમને 30,000 રૂપિયાની ટૉકન ફી જમા કરાવવી પડશે. 


 


Harley Davidson : અધધ રૂપિયા 7.73 કરોડ રૂપિયામાં વેચાઈ હર્લિ ડેવિડસનની આ બાઈક


Harley Davidson Bike Auctioned: શું તમે દુનિયાની સૌથી મોંઘી બાઇકનું નામ જાણો છો? અથવા તમે અત્યાર સુધીની સૌથી મોંઘી બાઇકની કિંમત જાણો છો? તમે બાઇકની કિંમત 50 લાખ અથવા 1 કરોડ રૂપિયા સુધીની કિંમતનો અંદાજ લગાવી રહ્યા છો, પરંતુ તમે ખોટા છો, કારણ કે વિશ્વની સૌથી મોંઘી બાઇક હાર્લી ડેવિડસનનું વિન્ટેજ મોડલ છે. જેની તાજેતરમાં 7.73 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. 


આ 115 વર્ષ જૂની વિન્ટેજ બાઇક છે. તાજેતરમાં અમેરિકાના શહેર લાસ વેગાસમાં હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે હાર્લી ડેવિડસનની 1908 મોડલની જૂની બાઇકની બોલી US $ 9,35,000 લાગે હતી. જે ભારતીય રૂપિયા અનુસાર ₹7,73,17,020 છે. આ બિડ બાદ તે દુનિયાની સૌથી મોંઘી બાઇક બની ગઈ છે. આ જ ઓક્શન ઈવેન્ટમાં 1907 મોડલની સ્ટ્રેપ ટાંકી બાઇક 5.91 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.


કેવી છે સ્ટ્રેપ ટેંક મોટરસાઇકલ? 


મેકમ ઓક્શન્સે ગયા મહિને લાસ વેગાસમાં આ ઓક્શન ઈવેન્ટનું આયોજન કર્યું હતું. ફોક્સ બિઝનેસના એક અહેવાલ અનુસાર માહિતી આપવામાં આવી છે કે મેકમ ઓક્શન્સે આ સ્ટ્રેપ ટેન્ક બાઇકનો ફોટો તેના ફેસબુક પેજ પર અપલોડ કર્યો હતો, જે વિન્ટેજ બાઇકનું વેચાણ કરતી વેબસાઇટ વિન્ટાજેન્ટને દર્શાવે છે. નિકલ પ્લેટ દ્વારા આ મોડેલની ફ્રેમ સાથે તેલ અને બળતણની ટાંકી જોડાયેલ હતી, જેના કારણે તેને સ્ટ્રેપ ટાંકી નામ આપવામાં આવ્યું હતું. ઘણા લોકોએ આ બાઇક ચલાવવાનું બંધ કરી દીધું છે. જો કે તેની ફેન ફોલોઈંગ હજુ પણ ઘણી વધારે છે.









મોર્નિંગ એક્સપ્રેસના અહેવાલો અનુસાર, કંપનીએ વર્ષ 1908માં આ બાઇકના કુલ 450 યુનિટ બનાવ્યા હતા. જેમાંથી 12 યુનિટ હજુ રોડ પર ફરવા લાયક છે. ફોક્સ બિઝનેસના રિપોર્ટ અનુસાર, આ બાઇક વર્ષ 1941માં ડેવિડ ઉહલેન નામના વ્યક્તિએ ખરીદી હતી. જેણે 66 વર્ષથી આ બાઇકનો ઉપયોગ કર્યો હતો. લોકોને આ વિન્ટેજ બાઇક ખૂબ પસંદ છે અને તે ખરીદવા માંગે છે.


Car loan Information:

Calculate Car Loan EMI