BSA Gold Star 650: ભારતીય બજારમાં હેવી એન્જિનવાળી બાઈકનો ખુબ જ ક્રેઝ વધ્યો છે. આ હેવી એન્જિનવાળી બાઈકમાં પહેલું નામ રૉયલ એનફિલ્ડનું છે જે દેશના યુવાનોને ખૂબ જ પસંદ આવે છે. હવે BSA કંપની પણ આ સેગમેન્ટમાં નવી બાઇક લૉન્ચ કરવા જઈ રહી છે. માહિતી અનુસાર, BSA 15 ઓગસ્ટે ભારતીય બજારમાં તેની નવી બાઇક Gold Star 650 લૉન્ચ કરવા જઈ રહી છે. વળી, Royal Enfield આ પહેલા દેશમાં તેની નવી Royal Enfield (2024 Royal Enfield Classic 350) Classic 350 પણ લૉન્ચ કરવા જઈ રહી છે.


BSA Gold Star 650: ડિઝાઇન 
BSAની આ અપકમિંગ બાઇકની ડિઝાઇન ખૂબ જ આકર્ષક હશે. કંપની આ બાઇકને રેટ્રો ડિઝાઈન સાથે બજારમાં ઉતારવા જઈ રહી છે. આ બાઇકને જોતા આ બાઇકને 1990ના સમયની બાઇક કહી શકાય પરંતુ આ બાઇકના ઇલેક્ટ્રીકલ તત્વોને ઘણું અપડેટ કરવામાં આવ્યું છે.


BSA Gold Star 650: ફિચર્સ 
હવે આ બાઇકના ફિચર્સ વિશે વાત કરીએ તો BSAની આ નવી બાઇકમાં LCD ડિસ્પ્લે સાથે સ્લિપર ક્લચ અને USB ચાર્જર જોવા મળશે. આ સિવાય બાઇકમાં ડ્યૂઅલ ચેનલ ABS સાથે LED ટેલ લેમ્પ પણ હાજર રહેશે. આટલું જ નહીં, ઓલ-એલઇડી લાઇટિંગ, સ્માર્ટફોન કનેક્ટિવિટી સહિત ઘણા આધુનિક ફિચર્સ બાઇકમાં જોવા મળશે.


BSA Gold Star 650: એન્જિન 
કંપની 652 cc સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન સાથે BSA ગૉલ્ડ સ્ટાર બાઇકને માર્કેટમાં લૉન્ચ કરવા જઈ રહી છે. આ એન્જિન 44.27 bhpની મહત્તમ શક્તિ સાથે 55 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરશે. આ ઉપરાંત તે 5 સ્પીડ ગિયરબોક્સ સાથે પણ જોડાયેલું હશે. જ્યારે બાઇકમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન હશે, તે પાછળના ભાગમાં 5-સ્ટેપ પ્રી-લૉડ એડજસ્ટમેન્ટ સાથે ટ્વિન શોક્સ આપવામાં આવશે. આગળ અને પાછળ ડિસ્ક બ્રેક પણ જોવા મળશે.


BSA Gold Star 650: કિંમત 
BSAની આ નવી બાઇકની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની આ બાઇકને માર્કેટમાં અંદાજે 3 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લૉન્ચ કરી શકે છે. આ બાઇક બજારમાં રોયલ એનફિલ્ડ (Royal Enfield 650cc Bikes)ની 650 cc બાઈકને પણ ટક્કર આપી શકશે.


                                                                                                          


Car loan Information:

Calculate Car Loan EMI