ભારતમાં મધ્યમ વર્ગ માટે બાઇક હજુ પણ એકદમ શ્રેષ્ઠ વિકલ્પ છે. સદનસીબે તમે ઓછી કિંમત શ્રેણીમાં પણ ઉત્તમ માઇલેજ આપતી બાઇક ખરીદી શકો છો. જો તમારું બજેટ ઓછું હોય તો પણ તમને એક ઉત્તમ બાઇક મળી શકે છે. આ બાઇકો ઓછી કિંમત હોવા છતાં પણ સારી માઇલેજ આપે છે. જે તેમને દૈનિક મુસાફરી માટે આદર્શ બનાવે છે.
ભાવ વધારા પછી ઘણી બાઇકોની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. જો કે તમને ₹55,000 થી શરૂ થતી ઘણી બાઇકો સરળતાથી મળી શકે છે. જો તમે ઓછી કિંમતે શક્તિશાળી બાઇક શોધી રહ્યા છો તો ચાલો ટોચની બાઇકોની યાદી પર એક નજર કરીએ.
Hero HF Deluxe
હીરોની આ બાઇક બજેટ સેગમેન્ટમાં સૌથી વિશ્વસનીય વિકલ્પોમાંની એક માનવામાં આવે છે. તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ ઓછો છે. કિંમત ₹58,668 (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તેમાં 97.2cc એન્જિન ક્ષમતા છે. કંપની 65 kmpl સુધીના માઇલેજનો દાવો કરે છે. તે સાઇડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ, i3S ટેકનોલોજી અને ટ્યુબલેસ ટાયર જેવી સુવિધાઓ પ્રદાન કરે છે, જે તેને રોજિંદા ઉપયોગ માટે એક ઉત્તમ બાઇક બનાવે છે.
TVS Sport
TVS સ્પોર્ટની એક્સ-શોરૂમ કિંમત ₹65,714 થી શરૂ થાય છે. આ બાઇક તેના ઉત્તમ માઇલેજ અને સ્પોર્ટી લૂક માટે જાણીતી છે. તે 109.7 cc એન્જિન દ્વારા સંચાલિત છે. તેની ઇંધણ ટાંકી ક્ષમતા 10 લિટર છે, અને કંપની 80 kmpl સુધીની માઇલેજનો દાવો કરે છે. આનો અર્થ એ છે કે તમે ફૂલ ટાંકી પર 800 કિલોમીટર સુધી મુસાફરી કરી શકો છો. તે સિંક્રોનાઇઝ્ડ બ્રેકિંગ ટેકનોલોજી (SBT) અને ET-Fi ટેકનોલોજી સાથે પણ આવે છે. તેની લાઈટ ડિઝાઇન ટ્રાફિક અને ગ્રામીણ વિસ્તારોમાં ચાલવાનું સરળ બનાવે છે.
Hero Splendor Plus
હીરો સ્પ્લેન્ડર પ્લસની એક્સ-શોરૂમ કિંમત ₹77,123 થી શરૂ થાય છે. તે 97.2 cc એન્જિન દ્વારા સંચાલિત છે. હીરોનો દાવો છે કે આ બાઇક 63 kmpl સુધીની માઇલેજ આપે છે. તે એકદમ હળવી હોવાના કારણે તમે તેને એકદમ સરળતાથી હેન્ડલ કરી શકો છો. તેમાં i3S ટેકનોલોજી છે. આ બાઈકને તમે લિસ્ટમાં સામેલ કરી શકો છો.
Car loan Information:
Calculate Car Loan EMI