BYD Seal 08 EV sedan: અત્યારે દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનોનો (EV) ક્રેઝ સતત વધી રહ્યો છે અને ઓટોમોબાઇલ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા રોજ નવાં-નવાં મોડલ્સ બજારમાં ઉતારી રહી છે. આ રેસમાં ચીનની દિગ્ગજ ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની BYD એ પોતાની નવી ફ્લેગશિપ સેડાન કાર 'BYD Seal 08 EV' લોન્ચ કરીને ગ્લોબલ માર્કેટમાં ભારે હલચલ મચાવી દીધી છે. આ પ્રીમિયમ કાર માત્ર દેખાવમાં જ આકર્ષક નથી, પરંતુ તેનું કેબિન પણ અત્યંત વિશાળ અને લક્ઝુરિયસ છે. કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જ પર 900 કિમીથી વધુ દોડશે, જેનાથી લાંબી મુસાફરીમાં વારંવાર ચાર્જિંગ કરવાની ઝંઝટ કાયમ માટે ખતમ થઈ જશે.
સુપરકારને ટક્કર મારે તેવી વિસ્ફોટક સ્પીડ
BYD Seal 08 બજારમાં અલગ-અલગ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. આ કારનું બેઝ (એન્ટ્રી-લેવલ) વેરિઅન્ટ પણ 775 કિલોમીટરની શાનદાર રેન્જ આપે છે. જ્યારે તેના ટોપ-એન્ડ મોડલમાં લોન્ગ-રેન્જ સિંગલ મોટર અને પાવરફુલ ડ્યુઅલ-મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) નો વિકલ્પ મળે છે. ભલે પાવરફુલ AWD વેરિઅન્ટમાં હાઈ સ્પીડના કારણે રેન્જ થોડી ઓછી મળે, પરંતુ પરફોર્મન્સની બાબતમાં તે કોઈ સુપરકારથી કમ નથી. આ કાર માત્ર 3.3 સેકન્ડમાં જ 0 થી 100 kmph ની સ્પીડ પકડી લે છે.
કેબિનમાં મળશે રોલ્સ-રોયસ જેવી શાહી લક્ઝરી
આ નવી BYD સેડાનનું ઇન્ટિરિયર એટલું પ્રીમિયમ બનાવવામાં આવ્યું છે કે તેમાં બેસતાં જ તમને કોઈ પ્રાઈવેટ જેટમાં બેઠા હોવાનો અહેસાસ થશે. મોંઘી અને લક્ઝરી કાર્સની જેમ જ આ કારના કેબિનમાં હાઈ-ક્વોલિટી મટિરિયલ્સ અને મલ્ટી-લેયર પેઇન્ટ ફિનિશનો ઉપયોગ કરાયો છે. લાંબી મુસાફરી દરમિયાન થાક ન લાગે તે માટે કારમાં ખાસ 'ઝીરો-ગ્રેવિટી' રિક્લાઇનિંગ સીટ્સ આપવામાં આવી છે. આ ઉપરાંત, સીટોમાં હીટિંગ, વેન્ટિલેશન અને મલ્ટી-પોઇન્ટ મસાજ જેવા એડવાન્સ ફીચર્સ પણ છે, જે તમારી સફરને અત્યંત આરામદાયક બનાવી દેશે.
આ પણ વાંચોઃ એક ચાર્જમાં 400 KM! હ્યુન્ડાઇ-કિયાની નવી ઇલેક્ટ્રિક કાર બજારમાં મચાવશે ધૂમ
ગણતરીની મિનિટોમાં ફૂલ ચાર્જ અને સેલ્ફ-પાર્કિંગની સુવિધા
ટેકનોલોજીની વાત કરીએ તો આ કારને ભવિષ્યની જરૂરિયાતો મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 'ફ્લેશ ચાર્જિંગ' ટેકનોલોજી આપવામાં આવી છે, જેની મદદથી કાર માત્ર થોડી જ મિનિટોના ચાર્જિંગમાં સેંકડો કિલોમીટર સુધી દોડવા માટે તૈયાર થઈ જાય છે. સુરક્ષિત ડ્રાઇવિંગ માટે કારની છત પર લિડર (LiDAR) સેન્સર લગાવવામાં આવ્યું છે. આ સાથે જ કારમાં 'ગોડ્સ આઈ ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ સિસ્ટમ' (God's Eye Intelligent Driving System) છે, જે કોઈપણ ડ્રાઇવરની મદદ વિના કારને જાતે જ પાર્ક (સેલ્ફ-પાર્કિંગ) કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે.
શું આ કાર ભારતમાં આવશે?
જોકે, ભારતીય બજારમાં હાલમાં લક્ઝરી સેડાન કારની માંગ પ્રમાણમાં ઓછી હોવાથી, કંપની અત્યારે તેને ભારતમાં લોન્ચ કરી રહી નથી. પરંતુ, ગ્લોબલ માર્કેટમાં આ કાર તેના શાનદાર સ્પેસિફિકેશન્સ અને આધુનિક ફીચર્સના આધારે વિશ્વની ટોચની લક્ઝરી કાર્સને સીધી ટક્કર આપી રહી છે.
આ પણ વાંચોઃ પેટ્રોલના ઊંચા ભાવ વચ્ચે આ છે સૌથી વધુ માઈલેજ આપતી પેટ્રોલ કાર્સ, લિસ્ટમાં SUV પણ સામેલ
Car loan Information:
Calculate Car Loan EMI