Car AC fuel consumption: ઉનાળાની કાળઝાળ ગરમીમાં 40 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે કારમાં AC વગર મુસાફરી કરવી લગભગ અશક્ય છે. પણ કાર ચલાવનારા લોકોના મનમાં હંમેશા એક સવાલ હોય છે કે, શું AC ચાલુ રાખવાથી કારનું પેટ્રોલ કે ડીઝલ વધારે વપરાય છે? કેટલાક માને છે કે AC થી માઈલેજ ઘટે છે, તો કેટલાક તેને સામાન્ય માને છે. હકીકતમાં, AC ચલાવવાથી એન્જિન પર વધારાનો લોડ પડે છે અને તેની સીધી અસર માઈલેજ પર થાય છે. આ આર્ટિકલમાં આપણે સમજીશું કે AC ના કારણે પ્રતિ લિટર કેટલા કિલોમીટરનો ફેર પડે છે અને ગરમીમાં ઠંડક લેવાની સાથે તમે ઈંધણ કેવી રીતે બચાવી શકો છો.
AC ચલાવવાથી ઈંધણ વધુ કેમ વપરાય છે?
કારનું AC ડાયરેક્ટ એન્જિનના પાવર પર ચાલે છે. જ્યારે તમે AC ઓન કરો છો, ત્યારે તેનું કોમ્પ્રેસર એન્જિન પર વધારાનો લોડ નાખે છે, જેની સીધી અસર પેટ્રોલ કે ડીઝલના વપરાશ પર થાય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે AC ચાલુ રાખવાથી કારની માઈલેજ 5 થી 15 ટકા જેટલી ઘટી જાય છે. ઉદાહરણ તરીકે, જો તમારી કાર નોર્મલ સ્થિતિમાં 18 કિમી/લિટરની એવરેજ આપે છે, તો સતત AC ચાલુ રાખવાથી આ એવરેજ ઘટીને 15 થી 17 કિમી/લિટર થઈ શકે છે.
ખાસ કરીને સિટીના ટ્રાફિકમાં આ અસર વધુ જોવા મળે છે કારણ કે વારંવાર બ્રેક મારવી અને કાર ઉભી રાખવી પડે છે. જોકે, હાઇવે પર એકધારી સ્પીડે કાર ચલાવતી વખતે આ અસર થોડી ઓછી થાય છે. એટલે કે, માઈલેજમાં થતો ઘટાડો તમે ક્યાં અને કેવી રીતે ડ્રાઇવિંગ કરો છો તેના પર પણ આધાર રાખે છે.
આ પણ વાંચોઃ નવી કાર ખરીદવી છે? જાણી લો CNG, હાઇબ્રિડ કે પેટ્રોલ-ડીઝલમાંથી કઈ કાર સૌથી સસ્તી પડશે?
AC ની મજા સાથે ઈંધણ કેવી રીતે બચાવવું?
જો તમે ગરમીમાં AC ની ઠંડક પણ લેવા માંગતા હોવ અને ખિસ્સા પર ભાર પણ ન પડે એવું ઈચ્છતા હોવ, તો આટલી સરળ બાબતોનું ધ્યાન રાખો:
ગરમ હવા બહાર કાઢો: તડકામાં પડેલી કાર સ્ટાર્ટ કરતાની સાથે જ AC ફુલ સ્પીડમાં ચાલુ ન કરો. પહેલા થોડી સેકન્ડ માટે કારની બારીઓ ખોલી નાખો જેથી અંદર ભરાયેલી ગરમ હવા બહાર નીકળી જાય. તેનાથી AC જલ્દી કુલિંગ કરશે અને એન્જિન પર લોડ ઘટશે.
નિયમિત સર્વિસિંગ: AC ના ફિલ્ટરને સમયાંતરે સાફ કરાવતા રહો. ગંદુ ફિલ્ટર એન્જિન પાસે વધુ મહેનત કરાવે છે, જેનાથી સિસ્ટમની કાર્યક્ષમતા ઘટે છે અને માઈલેજ પર સીધી અસર પડે છે.
સ્મૂથ ડ્રાઇવિંગ કરો: કારમાં વારંવાર અચાનક સ્પીડ વધારવી (એક્સિલરેશન) કે અચાનક બ્રેક મારવાનું ટાળો. શાંતિથી ડ્રાઇવિંગ કરવાથી ઈંધણનો વપરાશ કંટ્રોલમાં રહે છે.
હાઇવે પર બારીઓ બંધ રાખો: જો તમે હાઇવે પર સ્પીડમાં જઈ રહ્યા છો, તો બારીઓ ખુલ્લી રાખવા કરતા AC ચાલુ રાખવું વધુ સારું છે. કારણ કે ખુલ્લી બારીઓ હવાને રોકે છે (એરોડાયનેમિક ડ્રેગ), જેનાથી એન્જિન પર હવા કાપવા માટે વધુ જોર પડે છે અને પેટ્રોલ વધુ વપરાય છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના ટેન્શન વચ્ચે ખરીદો આ 5 બેસ્ટ CNG કાર, આપશે બમ્પર માઇલેજ
Car loan Information:
Calculate Car Loan EMI