Car Battery Maintenance Tips: કારની બેટરી એ સૌથી મહત્વપૂર્ણ પાર્ટમાંનો એક પાર્ટ છે અને દરેક બેટરીની એક લાઇફ હોય છે. ત્યારબાદ તેને બદલવાનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે. સરેરાશ, લેડ-એસિડ બેટરી લગભગ 3-4 વર્ષ ચાલે તેવી અપેક્ષા રાખી શકાય છે પરંતુ આ સમયમર્યાદા હવામાન પરિસ્થિતિઓ, તમારી કારના ચાર્જિંગ સર્કિટનું પ્રદર્શન અને તેના વપરાશ પર આધારિત છે. ચાલો જાણીએ કારની બેટરીની જાળવણી સંબંધિત કેટલીક સરળ ટિપ્સ વિશે.


લાંબા સમય સુધી પાર્ક કરશો નહીં


વાહનને લાંબા સમય સુધી પાર્ક ના કરો કારણ કે કારમાં રહેલી લેડ-એસિડ બેટરી રૂમના તાપમાને દરરોજ આશરે 1% ડિસ્ચાર્જ કરશે. તેથી કારને બહાર લઈ જવી અથવા બેટરી ચાર્જ રાખવા માટે ટ્રિકલ ચાર્જરનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.                


જ્યારે એન્જિન બંધ હોય ત્યારે એસેસરીઝનો ઉપયોગ કરવાનું ટાળો


કારની બેટરીનો ઉપયોગ મુખ્યત્વે એન્જિન શરૂ કરવા માટે થાય છે. ધ્યાનમાં રાખો કે જ્યારે એન્જિન ચાલુ ન હોય, ત્યારે અન્ય સુવિધાઓ જેમ કે મ્યુઝિક સિસ્ટમ, ઇન્ટીરિયર લાઇટ અને હેડલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો. કારણ કે આના કારણે બેટરી ઝડપથી બગડવાની શક્યતા છે.                         


કનેક્ટર્સ અને ટર્મિનલ સાફ રાખો


બૅટરી ટર્મિનલ અને કનેક્ટર્સ સમય જતાં ખતમ થઈ જાય છે અને તેમને સ્વચ્છ રાખવું એ તમારી કારની બૅટરીની લાઇફ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. કાટ અને ગંદકીથી ભરેલી બેટરી ડિસ્ચાર્જ થઈ શકે છે અને શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે જે બેટરીને નબળી બનાવે છે.                     


પાણીનું સ્તર તપાસો


લેડ એસિડ બેટરીમાં તેમાં પાણીનું સ્તર જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. કારના પાણીના સ્તરો તપાસો, ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં. જો તમારી પાસે નવી વેટ સેલ કારની બેટરી છે, તો દર ત્રણ મહિને એક કે બે વાર પાણીનું સ્તર તપાસો. જો તમારી બેટરી 1.5 વર્ષથી વધુ જૂની છે  તો તેને અઠવાડિયામાં એકવાર ચેક કરો.                                             


Car loan Information:

Calculate Car Loan EMI