Innova Hycross vs Mahindra XUV 700: દેશના ઓટોમોબાઈલ માર્કેટમાં હવે પ્રીમિયમ થ્રી રો SUV/MPV કાર વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા જઈ રહી છે. જેમાં ટોયોટાની નવી ઈનોવા હાઈક્રોસ હવે અન્ય 7-સીટર SUV કાર સાથે સ્પર્ધા કરવા માટે બજારમાં પ્રવેશી છે. ઈનોવા ક્રિસ્ટાથી વિપરીત હવે નવી હાઈક્રોસ વધુ આરામદાયક હોવાની સાથો સાથે ઘણી નવી ટેકનોલોજીથી સજ્જ છે. આ કારને માર્કેટમાં મહિન્દ્રાની XUV700 સાથે સીધી ટક્કર આપશે, જેણે પોતાની એગ્રેસિવ પ્રાઈઝ પોઈન્ટ સાથે આરામ અને ઘણી બધી વિશેષતાઓના આધારે પહેલાથી જ માર્કેટમાં પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે. તો ચાલો જોઈએ આ બંને કારની સરખામણી.


કોની સાઈઝ સૌથી બેસ્ટ?


નવી ઈનોવા હાઈક્રોસ વર્તમાન ઈનોવા ક્રિસ્ટા કરતા ઘણી લાંબી છે, જેનો અર્થ છે કે તે XUV700 કરતા વધુ લાંબી છે. જોકે XUV 700માં વધુ પહોળાઈ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. પરંતુ બંને વચ્ચે ગ્રાઉન્ડ ક્લિયરન્સનો તફાવત બહુ નથી. XUV700એ પ્યોર SUV છે જે એકદમ આકર્ષક અને સ્પોર્ટી લાગે છે, પરંતુ Hycross મોટી અને લાંબી લાગે છે.


ઈન્ટેરિયરની સરખામણી


બંને કારને સોફ્ટ ટચ મટિરિયલ્સ સાથે પ્રીમિયમ કેબિન છે, પરંતુ XUV 700 ડિજિટલ ડિસ્પ્લે અને મોટી ટચસ્ક્રીન સાથે ઘણી બધી નવી ટેક્નિક ધરાવે છે. ઈનોવા હાઈક્રોસમાં મોટી ફ્લોટિંગ ટચસ્ક્રીન આપવામાં આવી છે. જગ્યાના સંદર્ભમાં બંને કાર એકદમ વિશાળ છે. બીજી અને ત્રીજી રોમાં પૂરતી જગ્યા છે અને હાઈક્રોસને ઓટોમન શૈલીના પગના આરામ સાથે કેપ્ટન સીટ પણ મળે છે. બીજી તરફ XUV 700 પણ બીજી હરોળમાં ઘણી સ્પેસ ધરાવે છે.


ફિચર્સ કંપોઝિશન


XUV700ને વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી, પેનોરેમિક સનરૂફ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, 12-સ્પીકર ઓડિયો સિસ્ટમ, એલેક્સા આસિસ્ટન્ટ, ઓટો બૂસ્ટર હેડલેમ્પ્સ અને ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ સહિતની ઘણી સુવિધાઓ મળે છે, જ્યારે ઈનોવા હાઈક્રોસમાં પણ XUV700 સાથે હળતી મળતી અનેક સુવિધાઓ મળે છે. જેમાં પેનોરેમિક સનરૂફ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, કનેક્ટેડ કાર ટેક, બીજી હરોળની બેઠકો માટે ઓટોમન ફંક્શન, એમ્બિયન્ટ લાઇટિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ બંને કાર ADAS સેફ્ટી સિસ્ટમથી સજ્જ છે.


પાવરટ્રેન સરખામણી


XUV700માં 2.2L ડીઝલ એન્જિન છે જે 185bhp અને 450Nm જનરેટ કરવામાં સક્ષમ છે. આ કાર AWDના વિકલ્પ સાથે 6 સ્પીડ ઓટોમેટિક અને 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. 200bhp/380 Nm ઉત્પાદન કરતા પેટ્રોલ એન્જિનની પસંદગી પણ છે, જે 6-સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે.


ઈનોવા હાઈક્રોસમાં AWD સિસ્ટમ ઉપલબ્ધ નથી. તે માત્ર 2.0L પેટ્રોલ એન્જિન મેળવે છે જે 172 hp પાવર અને 205 Nm ટોર્ક CVT ગિયરબોક્સ સાથે જોડે છે. જો કે, તેની સૌથી મોટી હાઇલાઇટ હાઇબ્રિડ પાવરટ્રેન છે જે 184 bhp પાવર જનરેટ કરે છે. આ પાવરટ્રેન 23.24 kmplની માઇલેજ આપે છે. જો કે, XUV 700 હાઇક્રોસ કરતાં વધુ શક્તિશાળી પાવરટ્રેન મેળવે છે.


જાણો બંનેની કિંમત


XUV700ની કિંમત રૂ. 13.4 લાખથી શરૂ થાય છે જ્યારે ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 24.9 લાખ છે. જ્યારે, ઇનોવા હાઇક્રોસની કિંમત રૂ. 18.30 લાખથી શરૂ થાય છે અને રૂ. 28.9 લાખ સુધીની છે. ઇનોવા હાઇક્રોસમાં વધુ સ્પેસ છે અને તે વધુ ફ્યૂલ એફિસિએંસી છે, પરંતુ તે માત્ર પેટ્રોલમાં આવે ત્યારે પણ તે વધુ મોંઘી છે. બીજી બાજુ XUV 700 સસ્તી છે અને તેમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ આપવામાં આવે છે.


Car loan Information:

Calculate Car Loan EMI