Car Reverse Gear Speed: કાર ચલાવતી વખતે તમે જોયું હશે કે કાર આગળની તરફ ખૂબ જ ઝડપી સ્પીડમાં ચાલે છે, પરંતુ જેવી રિવર્સ ગિયરમાં આવે કે તેની સ્પીડ એકદમ ઓછી થઈ જાય છે. ઘણા લોકોના મગજમાં એવો સવાલ આવતો હોય છે કે અવારનવાર એવું કેમ થાય છે. તમને જણાવી દઈએ કે તેનો સીધો સંબંધ ગાડીના ગિયરબોક્સ અને એન્જિનની ડિઝાઇન સાથે હોય છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રિવર્સ ગિયર વાસ્તવમાં માત્ર એક જ ગિયર હોય છે, જે સામાન્ય રીતે ગિયરબોક્સનો સૌથી વધુ રેશિયો (Gear Ratio) ધરાવતો ગિયર હોય છે. આ જ કારણે રિવર્સમાં સ્પીડ ઓછી થઈ જાય છે. એટલે કે કારને પાછળ લઈ જવા માટે તાકાત (Torque) તો પૂરેપૂરી મળે છે, પરંતુ સ્પીડ જાણીજોઈને મર્યાદિત રાખવામાં આવે છે.

Continues below advertisement

 

રિવર્સ ગિયરમાં કાર કેટલી સ્પીડ સુધી જઈ શકે છે?

Continues below advertisement

જો વાત કરીએ કે આખરે રિવર્સમાં કાર કેટલી સ્પીડ સુધી જઈ શકે છે, તો મોટાભાગના કિસ્સાઓમાં રિવર્સ ગિયરમાં મળતી મહત્તમ સ્પીડ લગભગ પહેલા ગિયર જેટલી જ હોય છે, કારણ કે ઘણી ગાડીઓમાં રિવર્સ ગિયરનો રેશિયો પહેલા ગિયર જેટલો જ રાખવામાં આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો સામાન્ય કારો રિવર્સમાં અંદાજે 15 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જો કે, થિયરીમાં કેટલીક ગાડીઓ આનાથી વધુ સ્પીડે પણ જઈ શકે છે, પરંતુ સેફ્ટી અને મેન્યુફેક્ચરરની લિમિટના કારણે પ્રેક્ટિકલ સ્પીડ ઓછી જ રાખવામાં આવે છે.

આ પણ વાંચો...Tatka Punch ને ટક્કર આપવા Maruti લાવી રહી છે સૌથી નાની અને સસ્તી SUV, જાણો કિંમત અને ફીચર્સ

રિવર્સ ગિયરની સ્પીડ કેમ ઓછી રાખવામાં આવે છે?

આ સ્થિતિમાં દરેક વ્યક્તિના મગજમાં એ સવાલ આવે કે આખરે કંપનીઓ જાણીજોઈને રિવર્સ ગિયરની સ્પીડ કેમ ઓછી રાખે છે? તમને જણાવી દઈએ કે તેની પાછળનું સૌથી મોટું કારણ તમારી સેફ્ટી  છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે રિવર્સ ગિયર પણ પહેલા ગિયર જેવો જ લો ગિયર હોય છે, જે ગાડીને આગળ-પાછળ ખસેડવા માટે પૂરતો હોય છે, પરંતુ તેની સ્પીડ જાણીજોઈને મર્યાદિત રાખવામાં આવે છે કારણ કે રિવર્સમાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરવું યોગ્ય માનવામાં આવતું નથી. વાસ્તવમાં જ્યારે ડ્રાઇવર પાછળની તરફ ગાડી ચલાવે છે, ત્યારે તેની વિઝિબિલિટી આગળ જેટલી સારી નથી હોતી, તેથી ઓછી સ્પીડ રાખવાથી અકસ્માતનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. આ જ કારણ છે કે રિવર્સમાં ગાડીની સ્પીડ ઓછી હોય છે.


Car loan Information:

Calculate Car Loan EMI