Car Service:   જો તમે તમારી કારની સર્વિસને લઈને ચિંતિત છો કે તમે કારની સર્વિસ સ્થાનિક મિકેનિક દ્વારા કરાવશો કે કંપનીના અધિકૃત સર્વિસ સેન્ટરમાંથી, તો આજે અમે તમને આ બંને જગ્યાએ સર્વિસ મેળવવાના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.. કંપનીના ઓથોરોઇઝ સર્વિસ સેન્ટરમાં કાર સર્વિસ કરાવવાના અનેક  ફાયદા ફાયદા છે, જો તેની કિંમત ધ્યાનમાં લેવામાં ન આવે તો.પરંતુ, જો તમે ખર્ચને પ્રાધાન્ય આપતા હોવ તો લોકલ મિકેનિક પાસે સર્વિસ કરાવવામાં ફાયદો છે.


સર્વિસની રીત


ઓથોરાઇઝ સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરવાની પદ્ધતિ અને સ્થાનિક મિકેનિકની સર્વિસ કરવાની રીત અલગ હોય છે.  સર્વિસ સેન્ટર પાસે કારની સર્વિસ માટે અદ્યતન સાધનો છે જ્યારે સ્થાનિક મિકેનિક પાસે તે ગુણવત્તાના સાધનો ન હોઈ શકે અને તે સર્વિસ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કારને નુકસાન થવાનું જોખમ રહેલું છે.


લેબર કોસ્ટ


ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરાવવામાં અને સ્થાનિક મિકેનિક પાસેથી સર્વિસ કરાવવામાં મજૂરી ખર્ચમાં મોટો તફાવત છે. સ્થાનિક મિકેનિકની લેબર કોસ્ટ ઓછી હશે જ્યારે ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર પર આ ખર્ચ વધારે આવે છે. આ સિવાય જો સર્વિસ દરમિયાન કારમાં ઉપયોગમાં લેવાતા પાર્ટસની વાત કરીએ તો બંને જગ્યાએ ઓરિજિનલ પાર્ટ્સની કિંમત સમાન રહે છે.


આ પણ વાંચોઃ Scooter in India:  નવું સ્કૂટર લેવું છે, જાણો Activa અને Jupiter સિવાય ક્યા છે વિકલ્પ, કિંમત અને ફીચર્સ


રિસેલ વેલ્યૂ


જો તમે તમારી કારને ઓથોરાઇઝ સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરાવો તો એક રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે, જે તમને કારના પુન: વેચાણ મૂલ્યમાં લાભ આપે છે. જ્યારે તમે કાર વેચવા માંગો છો, તો તમે કારના સર્વિસ રેકોર્ડ મુજબ વધુ કિંમત મેળવવાની અપેક્ષા રાખો છો. કારણકે ખરીદનાર વ્યક્તિને ખાતરી મળશે કે કાર સારી જગ્યાએ સર્વિસ કરવામાં આવી છે અને તેની સારી રીતે જાળવણી કરવામાં આવી છે.


Car loan Information:

Calculate Car Loan EMI