Cars under 15 Lakhs: હાલમાં લોકો કાર ખરીદતી વખતે તેના ફીચર્સ પર ઘણું ધ્યાન આપવા લાગ્યા છે. આમાંથી એક સનરૂફ ફીચર છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ લોકપ્રિય થવા લાગ્યું છે અને હવે આ ફીચર સસ્તી કારમાં પણ જોવા મળી રહ્યું છે. આજે અમે તમને કેટલીક એવી લોકપ્રિય કાર વિશે જણાવીશું જે 15 લાખ રૂપિયાથી ઓછામાં સનરૂફ સાથે આવે છે.


હ્યુન્ડાઇ i20 N લાઇન


Hyundai એ આ i20 N Line મોડલમાં કેટલાક N Line-સ્પેસિફિક ઇન્સ્ટૂમેન્ટ્સ સાથે આવે છે. સ્ટીયરીંગ વ્હીલ અને ગિયર સ્ટિક N લોગો સાથે આવે છે. વધુમાં હેચબેકના બ્લેક ઇન્ટિરીયરમા ગિયર સ્ટિક, એર-કોન વેન્ટ્સ અને ચેકર્ડ ફ્લેગ પેટર્ન સીટો સાથે સિન્થેટિક લેધર અપહોલ્સ્ટરી પર લાલ ઇન્સર્ટ પણ મળે છે. આ ઉપરાંત તેમાં સનરૂફ, ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, Apple CarPlay અને Android Auto સાથે 10.25-ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન અને 7-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ સાથે વૈભવી કેબિન મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.




ટાટા નેક્સન


Nexon ની કેબિન હવે નવી જાંબલી થીમ મળે છે. ડેશબોર્ડમાં વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે મોટી 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. તેમાં સનરૂફ, ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પ્રકાશિત ટાટા લોગો સાથે ટ્વીન-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ટચ-આધારિત HVAC કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા અને છ એરબેગ્સ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.




હોન્ડા એલિવેટ


એલિવેટની કેબિન બેજ અપહોલ્સ્ટરી સાથે ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર થીમમાં આવે છે. વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથેની મોટી 10.25-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન ડેશબોર્ડની બરાબર મધ્યમાં જોવા મળે છે, જ્યારે જમણી બાજુએ સાત ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે જોવા મળે છે. આ સિવાય તેમાં સિંગલ-પેન સનરૂફ પણ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 11.04 લાખ રૂપિયાથી શરૂ થાય છે.




ટાટા અલ્ટ્રોઝ


ટાટા અલ્ટ્રોઝ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે સાત ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ, 7-ઇંચ TFT ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મૂડ લાઇટિંગ, વાયરલેસ ચાર્જર, કૂલ્ડ ગ્લોવ બોક્સ, સ્ટીયરિંગ ,માઉન્ટેડ કંટ્રોલ અને IRA કનેક્ટેડ કાર ટેક્નોલોજી, બહુવિધ ડ્રાઇવ મોડ્સ, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન અને સનરૂફ સહિત અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6.60 લાખ રૂપિયા છે.




કિયા સોનેટ


કિયા સોનેટ 4.2-ઇંચ કલર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સાઇડ એરબેગ્સ, હાઇલાઇન TPMS, રિયર સીટબેક ફોલ્ડિંગ નોબ, ESC, VSM, BA અને HAC અને સનરૂફ અને અન્ય ઘણી સુવિધાઓ સાથે પણ આવે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે.




Car loan Information:

Calculate Car Loan EMI