Chinese Electric SUV in India: ચીની કાર ઉત્પાદક ચેરીની 5-સીટર ઇલેક્ટ્રિક SUV iCAUR 03 તાજેતરમાં ભારતમાં જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે, પરીક્ષણ વાહનો સામાન્ય રીતે ઢંકાયેલા હોય છે પરંતુ આને કોઈ કવર વગર ટ્રક પર લઈ જવામાં આવતી જોવા મળી હતી. એવી શક્યતા છે કે આ SUV ભારતમાં JSW મોટર્સ બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં આ કાર ભારતમાં લોન્ચ કરશે. ભારતમાં ઘણી અન્ય ચેરી કારનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચાલો iCAUR 03 ઇલેક્ટ્રિક SUV ની ડિઝાઇન, બેટરી, ફીચર્સ અને ભારતમાં તેના સંભવિત લોન્ચ પર એક નજર કરીએ.
ડાયમેંશંસ - ઓટોકાર ઇન્ડિયાના રિપોર્ટ (Ref) મુજબ આ ઇલેક્ટ્રિક કાર 4,406 mm લંબાઈ, 1,910 mm પહોળાઈ, 1,715 mm ઊંચાઈ અને 2,715 mm વ્હીલબેઝ ધરાવે છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 195 mm છે. જે તેને સરળતાથી ઉબડખાબડ રસ્તાઓ પર પસાર થવા દે છે.
લૂક અને ડિઝાઇન - ભારતમાં જોવા મળેલા મોડેલમાં બોક્સી, મસ્ક્યુલર લુક, બ્લેક ફ્રન્ટ બમ્પર, ફ્લશ ડોર હેન્ડલ્સ, એલોય વ્હીલ્સ માટે ડ્યુઅલ-ટોન ડિઝાઇન અને LED હેડલાઇટ્સ છે.
ડિઝાઇન પેટન્ટ - ચેરીએ ભારતમાં આ SUV માટે પેટન્ટ ફાઇલ કરી દીધી છે. પેટન્ટ કરાયેલ મોડેલમાં રસ્તાઓ પર જોવા મળતા મોડેલ કરતાં વધુ મજબૂત બમ્પર અને બોડી ક્લેડીંગ છે.
બેટરી પેક - ચીનમાં ઉપલબ્ધ આ મોડેલમાં 69.8 kWh LFP (લિથિયમ-આયન ફોસ્ફેટ) બેટરી પેક છે.
પાવર અને AWD - તેમાં ડ્યુઅલ-મોટર સેટઅપ સાથે ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) છે જે 279 hp અને 385 Nm ટોર્ક જનરેટ કરે છે.
રેન્જ અને ચાર્જિંગ - તે NEDC ચક્ર હેઠળ સિંગલ ચાર્જ પર 418 કિલોમીટરની રેન્જ આપે છે, અને તેની બેટરી 80 kW સુધી DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
મોટી સ્ક્રીન સેટઅપ - તેમાં 15.6-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 9.2-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે.
કંફર્ટ અને સલામતી - સલામતી માટે પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ અને રીઅર સીટ, લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) અને 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
જો આ કાર ભારતીય બજારમાં આવે છે તો તે JSW મોટર્સ હેઠળ વેચાઈ શકે છે. તેના સાઈઝા આધારે તે મિડ-સાઈઝ ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં આવશે, જ્યાં તેનો સીધો મુકાબલો હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક અને ટાટા હેરિયર EV જેવા વાહનો સાથે થશે. JSW મોટર્સ ભારતમાં ચેરીના વાહનોનું પરીક્ષણ કરી રહ્યું છે. જેમાં Jetour T2, Jaecoo J5 અને iCar V23નો સમાવેશ થાય છે. Jetour T2 ભારતીય બજારમાં સૌપ્રથમ લોન્ચ થઈ શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI