BYD e6 MPV Launched: ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતાં ભાવના કારણે ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા તરફ લોકો મોટી સંખ્યામાં વલી રહ્યા છે. અનેક ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપનીઓ ભારતમાં આવી છે અને તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ચાઈનીઝ કંપની BYD એ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યુ છે. તેણે આજે દેશમાં પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર BYD e6ને લોન્ચ કરી છે.  તેની એક્સ શો રૂમ કિંમત 29.60 લાખ રૂપિયા છે. જ્યારે બિઝનેસ ટૂ બિઝનેસ માર્કેટમાં કિંતમ 29.15 લાખ રૂપિયા છે.


કેવા છે ફીચર્સ


BYD e6 ઈલેક્ટ્રિક MPVમાં એક 71.7 kwh લિથિયમ ફોસ્ફેટ બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે WLTC ચક્રમાં અને ARAI ચક્રના આધારે એક વખત ચાર્જ કરવા પર 520 કિમીની ડ્રાઇવિંગ રેંજ આપવામાં સક્ષમ છે. આ બેટરી 180Nm સુધીનો મહત્તમ ટોર્ક પેદા કરવામાં સક્ષમ છે અને તેની ટોપ સ્પીડ 130 કિમી પ્રતિ કલાકની છે.  આ એમપીવી 580 લીટરના બૂટસ્પેસ ક્ષમતાથી લેસ છે. ચાઈનીઝ વાહન નિર્મતા કંપનીનું કહેવું છે કે, e6 એસી અને ડીસી ફાસ્ટ ચાર્જર બંનેનું સમર્થન કરવામાં સક્ષમ છે. જેમાં ડીસી ફાસ્ટ ચાર્જર માત્ર 35 મિનિટમાં 30 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.


અમદાવાદ સહિત કયા શહેરોમાં મળશે


e6 પૂરી રીતે ઈલેક્ટ્રિક MPV છે. જે શરૂઆતમાં બેંગ્લુરુ, દિલ્હી એનસીઆર, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નઈ, વિજયવાડા, કોચ્ચિ અને અમદાવાદમાં ઉપલબ્ધ થશે. કંપની હાલ આ શહેરોમાં ડીલર નેટવર્ક સ્થાપિત કરી રહી છે. એસી ચાર્જર દ્વારા શૂન્યથી 100 ટકા બેટરી કેટલા સમયમાં ચાર્જ થશે તે અંગે કોઈ જાણાકારી આપવામાં આવી નથી. BYD e6 ઈલેકટ્રિક MPVમાં મલ્ટીકલર રિયર સસ્પેંશન, આઈપીબી ઈંટેલિડેંટ બ્રેક કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. જે બ્રાંડ અનુસાર ફાસ્ટ રિસ્પોરન્સ અને લીનિયર બ્રેકિંગ સાથે બોશથી લેવામાં આવ્યા છે. તેમાં બ્લૂટૂથ અને વાઇ ફાઇ કનેક્ટિવિટી સાથછે 10.1 ઈંચનું રોટેટેબલ ટચસ્ક્રીન મેડિકલ ગ્રેડ ફેસ માસ્કની સાથે એક સીએન95 એર ફિલ્ટર સામેલ છે. બેટરી વોરંટી 3 વર્ષ કે 1,25,000 kms  (બેમાંથી જે પહેલા હોય તે), બેટરી સેલ વોરંટી 8 વર્ષ કે 5,00,000 kms (બેમાંથી જે પહેલા હોય તે) અને ટ્રેક્શન મોટર વોરંટી 8 વર્ષ કે 1,50,000 કિમીની છે.




Car loan Information:

Calculate Car Loan EMI