નવી દિલ્હીઃ ફ્રાન્સની ઓટો કંપની Citroen ભારતમાં પોતાની પહેલી કાર લૉન્ચ કરવા જઇ રહી છે. કપનીની C5 Aircross જલ્દી માર્કેટમાં એન્ટ્રી કરશે. આ કાર 7 એપ્રિલે લૉન્ચ કરવામાં આવશે. વળી આ એસયુવીનુ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જો તમે આ કારનો ઇન્તજાર કરી રહ્યાં છો તો 50,000 રૂપિયા આપીને આને બુક કરાવી શકો છો. માનવામાં આવી રહ્યું છે કે આ કારને 25 લાખની કિંમતની સાથે માર્કેટમાં ઉતારવામા આવી શકે છે. જાણો કાર સાથે જોડાયેલી કેટલીક જાણકારી..... ભારતમાં 7મી એપ્રિલે એન્ટ્રી કરશે Citroen કંપનીની આ સ્પેશ્યલ SUV કાર, જાણી લો કેટલી હશે કિંમત ને શું છે ફિચર્સ.....


કમાલના છે ફિચર્સ.... 
Citroen C5 Aircross કારમાં 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ લાગેલી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે આવશે. કારમાં ડ્યૂલ ટૉન ડેશબોર્ડ ફિનિશ મળી શકે છે, આ કારનો સ્પૉર્ટી લૂક આપે છે. સાથે જ આમાં પેનારોમિક સનરૂફ, 12.3 ઇંચની ડિજીટલ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર, ગ્રિપ કન્ટ્રૉલ સિસ્ટમ, બ્લાઇન્ડ સ્પૉટ મૉનિટરિંગ, ડ્યૂલ ટૉન 18-ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, ડ્રાઇવર સીટ મસાજર જેવા લેટેસ્ટ ફિચર્સ મળી શકે છે. 


એન્જિન.... 
Citroen C5 Aircrossમાં 2.0-લીટર, 4-સિલિન્ડર ડિઝલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 177 બીએચપીનો પાવર અને 400 ન્યૂટન મીટરનો પીક ટૉર્ક જનરેટ કરે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કાર જબરદસ્ત માઇલેજ આપશે. આ એક લીટર ફ્યૂલમાં 18.6 કિમી સુધીની રેન્જ આપશે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબૉક્સ આપવામાં આવ્યુ છે. 


La Maison કૉન્સેપ્ટ પર બેઝ્ડ છે શૉરૂમ... 
Citroen ભારતમાં પોતાનો શૉરૂમ La Maison કૉન્સેપ્ટ પર ખોલી રહી છે. કંપનીએ આ પહેલી એસયુવીનુ પ્રૉડક્શન તામિલનાડુના થિરુવેલ્લૂર સ્થિત પ્લાન્ટમાં શરૂ કર્યુ છે. આ કારનો મુકાબલો ભારતીય માર્કેટમાં જીપ કમ્પાસ અને હ્યૂન્ડાઇ હ્યૂસન સાથે થશે.


Car loan Information:

Calculate Car Loan EMI