નવી દિલ્હીઃ ફ્રાન્સની ઓટો કંપની સીટ્રૉન (Citroen) આજે ભારતમાં પોતાની પહેલી કાર લૉન્ચ કરવા જઇ રહી છે. કંપનીની C5 Aircross આજે માર્કેટમાં એન્ટ્રી કરશે. આ એસયુવીનુ (SUV) બુકિંગ કંપનીએ પહેલાથી જ શરૂ કરી દીધુ છે. કારને 25 લાખ રૂપિયાની (C5 Aircross price) કિંમત સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ એસયુવીને (SUV) ફક્ત એક એન્જિન ઓપ્શન 2.0-લીટર ડિઝલની સાથે માર્કેટમાં ઉતારવામાં (Citroen C5 Aircross Launched) આવશે, 177 PSનો પાવર અને 400 Nmની પીક ટોર્ક જનરેટ કરે છે. જાણો કાર સાથે જોડાયેલી મહત્વની જાણકારી....


કમાલના છે SUV ફિચર્સ.... 
સીટ્રૉન સી5 એરક્રૉસ (Citroen C5 Aircross SUV) કારમાં 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ લાગેલી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે આવશે. કારમાં ડ્યૂલ ટૉન ડેશબોર્ડ ફિનિશ મળી શકે છે, આ કારનો સ્પૉર્ટી લૂક (Sporty Look) આપે છે. સાથે જ આમાં પેનારોમિક સનરૂફ, 12.3 ઇંચની ડિજીટલ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર, ગ્રિપ કન્ટ્રૉલ સિસ્ટમ, બ્લાઇન્ડ સ્પૉટ મૉનિટરિંગ, ડ્યૂલ ટૉન 18-ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, ડ્રાઇવર સીટ મસાજર જેવા લેટેસ્ટ ફિચર્સ મળી શકે છે. સીટ્રૉનની આ કારમાં કંપનીએ બીજા કેટલાય લેટેસ્ટ ફિચર્સ આપ્યા છે જે કાર ચાલકને વધુ સેફ્ટી આપે છે. 


એન્જિન.... 
Citroen C5 Aircrossમાં 2.0-લીટર, 4-સિલિન્ડર ડિઝલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 177 બીએચપીનો પાવર અને 400 ન્યૂટન મીટરનો પીક ટૉર્ક જનરેટ કરે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કાર જબરદસ્ત માઇલેજ આપશે. આ એક લીટર ફ્યૂલમાં 18.6 કિમી સુધીની રેન્જ આપશે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબૉક્સ આપવામાં આવ્યુ છે. 


La Maison કૉન્સેપ્ટ પર બેઝ્ડ છે શૉરૂમ... 
Citroen ભારતમાં પોતાનો શૉરૂમ La Maison કૉન્સેપ્ટ પર ખોલી રહી છે. કંપનીએ આ પહેલી એસયુવીનુ પ્રૉડક્શન તામિલનાડુના થિરુવેલ્લૂર સ્થિત પ્લાન્ટમાં શરૂ કર્યુ છે. આ કારનો મુકાબલો ભારતીય માર્કેટમાં જીપ કમ્પાસ અને હ્યૂન્ડાઇ હ્યૂસન સાથે થશે.


Car loan Information:

Calculate Car Loan EMI