ગત સપ્તાહે ભારતમાં ટાટા પંચના લોન્ચિંગ સાથે સબ કોમ્પેક્ટ એસયુવીમાં એક નવા ખેલાડીનો પ્રવેશ થયો છે. નવી એસયુવીની કિંમત 5.49 લાખ રૂપિયા એક્સ શો રૂમ દિલ્હીથી શરૂ થાય છે. ટાટા મોટર્સની યોજના મેટ્રો શહેરોની સાથે નાના શહેરોમાં પહોંચ વધારવાની છે. ટાટા પંચની સ્પર્ધા Renault Kiger સાથે થશે. ટાટા પંચ પ્યોર, એડવેંચર, એક્મ્પ્લિશડ અને ક્રિએટીવ નામના વેરિયંટમાં આવે છે, જ્યારે Renault Kiger RXE, RXL, RXT અને RXZ એમ ચાર વેરિયંટમાં આવે છે.


Looks: બંને એસયુવીનો શાનદાર લૂક છે. બંને કાર તેમના ખરેખર દેખાવ કરતાં મોટી લાગે છે અને તેના કારણે આકર્ષક દેખાય છે. Kiger થોડી મોટી અને પહોળી છે પરંતુ પંચ કરતા ગેપ વધારે નથી.  બંને એસયુવીમાં 16 ઈંચના એલોય વ્હીલ છે. ડ્યુઅલ ટોન કલર ઓપ્શનમાં છે.



Tata Punch અને Renault Kiger માં કોણ છે ચઢીયાતું ? જાણો કેટલી છે કિંમત


Interiors :  ટાટા પંચમાં વિવિધ ડિઝાઈન વધુ કલર્સમાં છે. જેના કારણે ડેશબોર્ડ વધારે સારું લાગે છે. Kiger નો કેબિનની આસપાસનો સોબર લૂક છે પરંતુ તે સ્પોર્ટિયર લાગે છે. તેમાં સ્ક્રીન વચ્ચે છે, જ્યારે પંચમાં ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટરનો ભાગ છે. બંનેના ઈન્ટીરિયરની ડિસન્ટ ક્વોલિટી છે અને સ્પેસિયસ કેબિન છે. બંને એસયુવીમાં બૂટ કેપિસિટી કમ્ફર્ટેબલ છે. પંચનો ટચ એયરી લાગે છે, જ્યારે Kigerમાં મોટી બૂટ સ્પેસ છે. બેસિક ફીચર્સ સ્માર્ટફોન કનેક્ટિવિટી, ક્લાયમેટ કંટ્રોલ, રીઅર વ્યૂ કમેરા અને ક્રૂઝ કંટ્રોલ મોડ સાથે આવરી લેવામાં આવ્યા છે.




Engines પંચમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન 83hp અને 113 Nmનો ટોર્ક જનરેટ કરે છે.  5 સ્પીડ મેન્યુઅલ સાથે 5 સ્પીડ એએમટી છે. જ્યારે Kigerમાં 1.0 લીટર પેટ્રોલ 72 hp અને 96 Nmનો ટોર્ક જનરેટ કરે છે, જે 5 સ્પીડ મેન્યુઅલ/AMT છે. બંનેમાં ડ્રાઈવ મોડ્સ પણ છે. સ્ટાન્ડર્ડ પેટ્રોલ એન્જિન શાનદાર પરફોર્મંસ આપે છે જ્યારે Kiger એકસ્ટ્રા પરફોર્મન્સ અને સ્મૂથ CVTના કારણે આગળ નીકળી જાય છે.




Prices: પંચની કિંમત 5.4 લાખથી શરૂ થઈને 9.3 લાખ સુધી છે. જ્યારે Kigerની કિંમત 5.6 લાખથી લઈને 9.8 લાખ સુધી છે. પંચ સારો બજેટ ઓપ્શન છે, વધારે સ્પેસ છે અને ઓફ રોડ પણ સારીછે. જ્યારે Kiger થોડી ખર્ચાળ છે પરંતુ સારું પરફોર્મન્સ તથા વધુ ફીચર્સ છે. તેથી તમારા બજેટ પ્રમાણે અનુકૂળ હોય તેના પર પસંદગી કરવી જોઈએ.


Car loan Information:

Calculate Car Loan EMI