Hyundai Update: ઓટોમેકર કંપની હ્યુન્ડાઈએ હાલમાં જ નિર્ણય લીધો છે કે તે હવે તેના ગ્રાહકોને માત્ર એક જ સ્માર્ટ કી આપશે. આ નિર્ણય બાદ પણ કંપની હેડલાઇન્સમાં છે. અહીં સવાલ એ છે કે શું હ્યુન્ડાઈ હવે તેના ગ્રાહકોને માત્ર એક જ સ્માર્ટ કી ઓફર કરશે? તો જવાબ છે, 'ના'. કંપની તેના ગ્રાહકોને માત્ર એક ચાવી નહીં આપે. તમને જણાવી દઈએ કે કાર ખરીદતી વખતે તમને ફર્સ્ટ કી મળશે.
કંપનીને આવું કરવાની કેમ જરૂર પડી ?
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ દરેક ક્ષેત્રને અસર કરી છે. તેની અસર ઓટો ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર ઉદ્યોગ અત્યારે સેમિકન્ડક્ટર્સની અછત સામે ઝઝૂમી રહ્યો છે, જેને પહોંચી વળવા Hyundai આ યુક્તિ લઈને આવી છે. આમાંથી બ્રેક લઈને ઓટો નિર્માતા કંપની હ્યુન્ડાઈ હાલમાં આ ત્રણ કારના ગ્રાહકોને માત્ર એક જ ચાવી આપી રહી છે.
ગ્રાહકોને બીજી કી ક્યારે મળશે?
અહીં તમને જાણકારી માટે જણાવી દઈએ કે કંપની પોતાની તમામ કાર સાથે આવું નથી કરી રહી. જો તમે Hyundaiની SUV Creta, MPV Alcazar અને i20 ખરીદો છો, તો તમને માત્ર એક જ ચાવી આપવામાં આવશે. બીજી ચાવી વિશે વાત કરતા કંપનીનું કહેવું છે કે તે 6 મહિના પછી તેના ગ્રાહકોને બીજી ચાવી આપશે.
હ્યુન્ડાઈ વેન્યૂ ફેસલિફ્ટની ડિટેલ્સ થઈ લીક, જાણો કારની ખાસિયતો
હ્યુન્ડાઇ વેન્યૂ ફેસલિફ્ટ લોન્ચિંગની ઘણી નજીક છે, જ્યારે લોન્ચિંગ પહેલા જ તેની ડિટેલ લીક થઇ ગઇ છે. તેને 16 જૂને લોન્ચ કરવામાં આવશે, જે બાદ ભારતીય રસ્તાઓ પર દોડતી જોવા મળશે. તેમાં નવા ફીચર્સ સાથે નવું ઇન્ટીરિયર જોવા મળશે. ચાલો આપણે આગામી હ્યુન્ડાઇ વેન્યુમાં જોવા મળશે તે હાઇલાઇટ્સ વિશે વાત કરીએ.
અપકમિંગ વેન્યૂમાં તમને ધાંસુ ફીચર્સ મળવાના છે. બ્લુલિંક કનેક્ટેડ કાર સિસ્ટમ સાથે દેખાશે. કુલ મળીને 60થી વધુ ફીચર્સ હશે. જેમાં ફર્મવેર ઓવર ધ એર (એફઓટીએ) અપડેટ્સ, એમ્બેડેડ વોઇસ કમાન્ડનો સમાવેશ થાય છે. નવી વેન્યૂમાં એલેક્સા અને ગૂગલ વોઈસ આસિસ્ટન્ટની મદદથી તમે ઘરે બેઠા તમારી કારનું સ્ટેટસ ચેક કરી શકશો. આ તમામ ફીચર્સને વોઇસ સપોર્ટથી કંટ્રોલ કરવામાં આવશે. તમારી સુવિધાને ધ્યાનમાં રાખીને, હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓને ટેકો આપવામાં આવે છે.
હોમ ટુ કાર (H2C) ફીચર્સની મદદથી ગ્રાહકો રિમોટ ક્લાઇમેટ કન્ટ્રોલ, રિમોટ ડોર લોક/અનલોક, રિમોટ વ્હીકલ સ્ટેટસ ચેક, મારી કાર, ટાયર પ્રેશરની માહિતી, ફ્યુઅલ લેવલની માહિતી, સ્પીડ એલર્ટ, ટાઇમ ફેન્સિંગ (આઉટ ઓફ ટાઇમ) એલર્ટ અને આઇડલ ટાઇમ એલર્ટ જેવી કામગીરીને નિયંત્રિત કરી શકશે. ઉપરાંત નવી વેન્યુ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ 10 પ્રાદેશિક ભાષાઓ સહિત 12 ભાષાઓ માટે સપોર્ટ કરશે. આ સિવાય અન્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો બે સ્ટેપ બેક સીટ, ડ્રાઇવ મોડ્સ સિલેક્ટ નોર્મલ, ઇકો અને સ્પોર્ટ મોડ્સને ઓપ્શન આપવામાં આવશે. તેને 'સાઉન્ડ ઓફ નેચર' પણ મળવા જઇ રહ્યું છે, જેને તમે ડ્રાઇવિંગ કરતી વખતે માણી શકશો.
એન્જિન વિકલ્પો - એન્જિન વિશે વાત કરીએ તો, 1.2 કપ્પા પેટ્રોલ સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. 1.0 ટર્બો પેટ્રોલ GDi IMT ક્લચલેસ મેન્યુઅલ ગિયરબોક્સ અને DCT ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક સાથે ઉપલબ્ધ હશે. આ સિવાય 1.5 લિટર CRDi ડીઝલ 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે.
વેરિઅન્ટ્સ અને કલર્સ - નવી હ્યુન્ડાઈ વેન્યૂ ફેસલિફ્ટમાં 5 વેરિઅન્ટ્સ ઉપલબ્ધ થશે. જેમાં E, S, S+, S(O), SX, SX(O) નો સમાવેશ થાય છે. કલર વિકલ્પો વિશે વાત કરીએ તો, તમને 7 વિકલ્પો મળશે, જેમાં પોલર વ્હાઇટ, ટાયફૂન સિલ્વર, ફેન્ટમ બ્લેક, ડેનિમ બ્લુ, ટાઇટન ગ્રે, ફેરી રેડનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં ડ્યુઅલ ટોન (બ્લેક રૂફ સાથે ફેરી રેડ) વિકલ્પનો સમાવેશ થાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI