Hyundai Creta On Down Payment: ભારતીય બજારમાં Hyundai Cretaની ખૂબ માંગ છે. આનો જીવંત પુરાવો એ છે કે ક્રેટા માર્ચ 2025માં ભારતની સૌથી વધુ વેચાતી SUV બની ગઈ છે. Creta એક બજેટ-ફ્રેંડલી કાર છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 11.11 લાખથી શરૂ થાય છે અને રૂ. 20.42 લાખ સુધી જાય છે. આ કાર માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

દિલ્હીમાં શું છે ભાવ ?

દિલ્હીમાં Hyundai Cretaના બેઝ મૉડલની ઑન-રોડ કિંમત 12.89 લાખ રૂપિયા છે. આ વાહન કાર લોન પર પણ ખરીદી શકાય છે. Hyundai Creta ખરીદવા માટે તમને બેંકમાંથી 11.60 લાખ રૂપિયાની લોન મળશે. લોનની રકમ પણ ક્રેડિટ સ્કોર પર આધારિત છે.

દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે ?

જો તમે Hyundai Creta ખરીદવા માટે 50 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, તો 9.8 ટકાના દરે તમારે 4 વર્ષ સુધી દર મહિને કુલ 31 હજાર 305 રૂપિયાની EMI ચૂકવવી પડશે. જો લોન પાંચ વર્ષ માટે લેવામાં આવે છે, તો દર મહિને 9.8 ટકાના વ્યાજ દરે 26,203 રૂપિયાનો હપ્તો જમા કરાવવો પડશે.

આ સિવાય હ્યુન્ડાઈ ક્રેટા ખરીદવા માટે, જો તમે છ વર્ષ માટે લોન લો છો, તો તમારે 9.8 ટકાના વ્યાજ દરે EMI તરીકે 22,828 રૂપિયા જમા કરાવવા પડશે. હ્યુન્ડાઈ કાર ખરીદવા માટે, જો તમે સાત વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને 9.8 ટકાના દરે 20,441 રૂપિયાનો હપ્તો ચૂકવવો પડશે.

Hyundai Creta સૌથી વધુ વેચાતી કાર બની છે 

ભારતીય બજારમાં Hyundai Cretaને ખૂબ પસંદ કરવામાં આવે છે. ખરેખર, Hyundai Cretaએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. કંપનીની આ કાર માર્ચ 2025ની ભારતની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. હ્યુન્ડાઈ ક્રેટાએ માર્ચ મહિનામાં 18 હજાર 59 યુનિટ વેચ્યા છે. જાન્યુઆરીથી માર્ચ 2025 દરમિયાન Cretaનું કુલ વેચાણ 52,898 યુનિટ હતું, જે તેને ભારતમાં સૌથી વધુ વેચાતી SUV બનાવે છે. 

Hyundaiની લોકપ્રિય SUV Cretaએ ફરી એકવાર માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. જાન્યુઆરીથી માર્ચ 2025 ક્વાર્ટરમાં 52,898 યુનિટના વેચાણ સાથે, ક્રેટાએ ભારતની સૌથી વધુ વેચાતી SUV તરીકે તાજ મેળવ્યો. હ્યુન્ડાઈએ આ વર્ષે તેની SUV રેન્જને વધુ મજબૂત બનાવી છે, જેમાં તાજેતરમાં લૉન્ચ થયેલી Hyundai Creta Electric અને નવી Alcazarનો સમાવેશ થાય છે.  

 


Car loan Information:

Calculate Car Loan EMI