Kia Seltos vs Tata Sierra safety: આજકાલ મિડ સાઈઝ SUV સેગમેન્ટમાં ભારે સ્પર્ધા ચાલી રહી છે. પહેલાં લોકો કાર ખરીદતી વખતે માત્ર માઈલેજ અને લુક જોતા હતા, પણ હવે સુરક્ષા (સેફ્ટી) સૌથી મહત્વની બની ગઈ છે. જો તમે પણ નવી અને સુરક્ષિત કાર લેવાનું વિચારી રહ્યા છો, તો રેનો ડસ્ટર (Renault Duster), ટાટા સીએરા (Tata Sierra) અને કિયા સેલ્ટોસ (Kia Seltos) બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. આ ત્રણેય કારને ભારત NCAP તરફથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે, એટલે કે સેફ્ટીના મામલે ત્રણેય ભરોસાપાત્ર છે. જોકે, જ્યારે ક્રેશ ટેસ્ટના રિપોર્ટ્સ અને ફીચર્સના આંકડાઓને બારીકાઈથી જોઈએ, ત્યારે ખબર પડે છે કે આ ત્રણેયમાં અમુક બાબતોમાં ખાસ્સો તફાવત છે. તો ચાલો વિગતે જાણીએ કે તમારા માટે કઈ SUV સૌથી પાવરફુલ અને સેફ રહેશે.

Continues below advertisement

એડલ્ટ સેફ્ટીમાં કોણ છે આગળ?

Continues below advertisement

જ્યારે એડલ્ટ સેફ્ટીની વાત આવે છે, ત્યારે કિયા સેલ્ટોસ સૌથી આગળ જોવા મળે છે. ફ્રન્ટલ ક્રેશ ટેસ્ટમાં સેલ્ટોસે પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ સ્કોર કર્યો છે. ડ્રાઈવરની છાતી અને પગની સુરક્ષામાં સેલ્ટોસને "Good" (સારું) રેટિંગ મળ્યું છે, જ્યારે ડસ્ટરને માત્ર "Adequate" (પર્યાપ્ત) રેટિંગ જ મળી શક્યું છે. બીજી તરફ, દેશી કંપનીની ટાટા સીએરા પણ જરાય પાછળ નથી. સીએરાને પણ લગભગ પૂરા માર્ક્સ મળ્યા છે, જે માથા અને ગરદનને શાનદાર સુરક્ષા આપે છે. જોકે, રેનો ડસ્ટર પણ એકદમ સેફ છે, પણ આંકડાની દ્રષ્ટિએ તે સીએરા અને સેલ્ટોસ કરતાં સહેજ પાછળ રહી જાય છે.

સાઈડ ઈમ્પેક્ટ અને ચાઈલ્ડ સેફ્ટી

સાઈડ ઈમ્પેક્ટ (બાજુમાંથી થતી ટક્કર) ટેસ્ટમાં આ ત્રણેય SUV એ કમાલનું પ્રદર્શન કર્યું છે. સાઈડ બેરિયર ટેસ્ટમાં ત્રણેયને પૂરા માર્ક્સ મળ્યા છે. મતલબ કે સાઈડમાંથી થતા અકસ્માત વખતે આ કાર્સ તમારો સારો બચાવ કરશે. હવે વાત કરીએ નાના બાળકોની સુરક્ષાની, તો રેનો ડસ્ટર અને કિયા સેલ્ટોસ લગભગ એક જ લેવલ પર છે. બંનેએ નાના બાળકોના ટેસ્ટમાં ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. ટાટા સીએરા પણ આ મામલે મજબૂત છે અને તેના ડાયનેમિક ટેસ્ટના રિઝલ્ટ પણ સારા છે. તેમાં ચાઈલ્ડ સીટ લગાવવી (ઈન્સ્ટોલેશન) પણ ઘણી સરળ છે.

ફીચર્સ અને ટેકનોલોજીમાં કઈ કાર છે દમદાર?

બેઝિક સુરક્ષાની વાત કરીએ તો, આ ત્રણેય કારમાં 6 એરબેગ્સ, ABS, EBD, ESC અને ISOFIX માઉન્ટ્સ જેવા જરૂરી સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. કિયા સેલ્ટોસમાં તમને રિયર કેમેરા અને હિલ ડિસેન્ટ કંટ્રોલ (ઉતાર પર ગાડીને કંટ્રોલમાં રાખવાનું ફીચર) જેવા એક્સ્ટ્રા ફીચર્સ મળે છે. પરંતુ, જો લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો ટાટા સીએરા બાજી મારી જાય છે. સીએરાના ટોપ મોડલમાં તમને ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ), 360 ડિગ્રી કેમેરા અને બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન જેવા હાઈ ટેક ફીચર્સ મળે છે, જે તેને અન્ય બે કાર કરતાં વધુ સ્માર્ટ બનાવે છે.


Car loan Information:

Calculate Car Loan EMI