Electric SUV Space : મહિન્દ્રા ગ્રૂપ અને બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં રૂ. 4,000 કરોડનું રોકાણ કરશે. બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ જે પહેલેથી જ EV સાહસોમાં રોકાણ કરે છે, તેણે મહિન્દ્રા ગ્રૂપ સાથે મળીને રોકાણની જાહેરાત કરી છે, એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું. બંને કંપનીઓ વચ્ચેના કરાર મુજબ, નવા EV સાહસમાં FY24 અને FY27 વચ્ચે આયોજિત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં $1 બિલિયનનું મૂડી રોકાણ જોવા મળશે.


કંપનીના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે BII અને મહિન્દ્રા ગ્રૂપે ઇલેક્ટ્રિક SUV સ્પેસમાં $500 મિલિયનનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં, અમે ઇવી વેન્ચર્સમાં ઇકો-માઇન્ડેડ રોકાણકારોને લાવવા માટે BII સાથે ભાગીદારી કરવા આતુર છીએ, જેથી અમે અમારા વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકીએ.


EV સેક્ટરમાં મહિન્દ્રાની મોટી તૈયારી


ઇલેક્ટ્રિક એસયુવી સેગમેન્ટને લઈને ટાટા પછી મહિન્દ્રા ભારતીય બજારમાં ખૂબ જ આક્રમક દેખાઈ રહી છે. આ મહિનાની શરૂઆતમાં મહિન્દ્રાએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV XUV 400 (Mhindra XUV 400 Electric) રજૂ કરી હતી. આ SUVને કંપની આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે.


કંપનીની ભાવિ યોજનાઓ


મહિન્દ્રા EV સેક્ટરમાં ભવિષ્ય માટે મોટી યોજનાઓ પર કામ કરી રહી છે. યુકે ઓટો શોમાં, કંપનીએ પાંચ કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક એસયુવી મોડલ રજૂ કર્યા. આને કંપનીની બ્રાન્ડ્સ XUV અને BE હેઠળ રજૂ કરવામાં આવી હતી. કંપની તેને 2026 સુધીમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે.


આ પણ વાંચોઃ


ED એ કર્યો મોટો દાવો – PFI એ રચ્યું હતું PM મોદી પર હુમલાનું કાવતરું, નિશાન પર હતી જુલાઈ 2022ની પટના રેલી


Car loan Information:

Calculate Car Loan EMI