મુંબઈ : દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ ઊંચા છે. જેના કારણે હવે લોકો ઈલેકટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે. નવેમ્બર મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ખૂબ વેચાણ થયું હતું અને તેમાં પણ સૌથી વધારે માંગ ટુ વ્હીલર્સની જોવા મળી હતી. નવેમ્બરમાં વાહનોના રજિસ્ટ્રેશનમાં ઈલેકટ્રીક વાહનોની સંખ્યા ૪૨૦૬૭ રહી હતી. ગયા વર્ષના નવેમ્બરમાં આ આંક ૧૨૮૫૮ એકમો રહ્યો હતો જ્યારે વર્તમાન વર્ષના ઓકટોબરમાં ૩૮૭૧૫ રહ્યો હતો.
પ્રથમ વખત જોવા મળ્યું આમ
ચાલુ વર્ષે નવેમ્બરમાં ચાલીસ હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો વેચાયા હોય તેવું પ્રથમ વખત જોવાયું છે. વર્તમાન વર્ષના એપ્રિલથી નવેમ્બરના ગાળામાં ઈલેક્ટ્રિક વાહનોનો વેચાણ આંક ૧.૯૮ લાખ જેટલો રહ્યો છે.
ટુ વ્હીલર્સ તરફ વધારે આકર્ષણ
ઈલેક્ટ્રિક વાહનોમાં સૌથી વધુ આકર્ષણ ટુ વ્હીલર્સ તરફ જોવા મળી રહ્યું છે. નવેમ્બરમાં ઈલેકટ્રીક ટુ વ્હીલર્સનું વેચાણ ૨૨૪૫૦ એકમ રહ્યું હતું. ઈંધણના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખતા વીજ વાહનો માટેની પસંદગી વધી રહ્યાનું એક કાર ડીલરે જણાવ્યું હતું.
Electric Cruiser Bike: સિંગલ ચાર્જમાં આપશે 250km ની ડ્રાઇવિંગ રેંજ, આ હશે દેશની પ્રથમ ઈલેક્ટ્રિક ક્રૂઝર બાઇક
પેટ્રોલની વધતી કિંમતોને કારણે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં, લોકો પાસે બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરના ઘણા બધા વિકલ્પો છે, પરંતુ જ્યારે ઇલેક્ટ્રિક ક્રૂઝરની વાત આવે છે, તો અત્યાર સુધી કોઈ વિકલ્પ નહોતો પરંતુ હવે ભારતીય ટુ વ્હીલર માર્કેટમાં ઇલેક્ટ્રિક ક્રૂઝરની એન્ટ્રી થવા જઈ રહી છે. Komaki ઈલેક્ટ્રિક વ્હીકલ ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક ક્રૂઝર બાઈક લૉન્ચ કરવા જઈ રહી છે.
આ ક્રુઝરનું નામ કોમાકી રેન્જર હશે
અહેવાલો અનુસાર, ક્રૂઝરનું નામ કોમકી રેન્જર હશે. જે એક જ વખત ચાર્જ કરવા પર 250 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરશે. આ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ક્રુઝર બાઇક હશે. કંપની આગામી વર્ષે જાન્યુઆરીમાં કોમાકી રેન્જરનું સત્તાવાર લોન્ચિંગ કરી શકે છે. જોકે, કંપનીએ તેની વેબસાઈટ પર તેની ટીઝ કરેલી તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે "ટૂંક સમયમાં આવી રહ્યું છે."
4 kWh બેટરી પેક આપવામાં આવશે
રિપોર્ટ્સ અનુસાર, ઇલેક્ટ્રિક ક્રૂઝરમાં 4 kWનું બેટરી પેક આપવામાં આવશે. સાથે જ, કોમાકી રેન્જરને 5000 વોટની મોટર મળશે. તે ખૂબ જ પાવરફુલ મોટર બનવા જઈ રહી છે, જે આ ક્રૂઝરને મુશ્કેલ રસ્તાઓ પર પણ સારા ડ્રાઈવિંગ પરફોર્મન્સ સાથે ક્રૂઝર બનાવશે. આ સિવાય ઇલેક્ટ્રિક ક્રૂઝરમાં ક્રૂઝ કંટ્રોલ, રિપેર સ્વીચ, રિવર્સ સ્વિચ, બ્લૂટૂથ અને એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ પણ મળશે.
કિંમતને લઈ નથી થયો કોઈ ખુલાસો
કોમાકી રેન્જરની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, તે તેના ઓફિશિયલ લોન્ચ બાદ જ શક્ય બનશે. જો કે, કંપની તેને સસ્તા ભાવે લાવવાનો પ્રયાસ કરશે. જેથી કરીને અન્ય કોઈ કંપની આ સેગમેન્ટમાં પ્રવેશ કરે તે પહેલાં તે તેનું બજાર સારી રીતે મેળવી શકે.
Car loan Information:
Calculate Car Loan EMI