EMotorad T-Rex Air: દેશમાં ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક સ્કૂટરની વચ્ચે એક નવી ઈલેક્ટ્રિક સાઈકલ પણ લૉન્ચ કરવામાં આવી છે. આ શહેર અથવા ટાઉન રાઈડ માટે યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. વાસ્તવમાં, EMotoradએ ભારતીય બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક સાયકલ T-Rex Air લૉન્ચ કરી છે. આ ઈ-સાઈકલમાં તમને 50 કિમીથી વધુની રેન્જ પણ મળે છે.


શું છે ખાસ - 
કંપનીએ આ નવી ઈલેક્ટ્રિક સાઈકલ T-Rex Airમાં 27.5 ઈંચના વ્હીલ્સ આપ્યા છે. કંપનીએ આ સાયકલને ઓરેન્જ બ્લેઝ અને ટ્રૉપિકલ ગ્રીન એમ બે રંગોમાં બજારમાં ઉતારી છે. આ સિવાય આ ઈલેક્ટ્રિક સાઈકલમાં હાઈ-ટેન્સાઈલ સ્ટીલ ફ્રેમ સાથે ફ્રન્ટ ટેલિસ્કોપિક ફૉર્ક આપવામાં આવ્યા છે. તેમજ આ સાયકલના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.


જોરદાર ફિચર્સ 
હવે આ ઈલેક્ટ્રિક સાઈકલના ફિચર્સ વિશે વાત કરીએ તો કંપનીએ તેમાં 5 ઈંચનું એલસીડી ક્લસ્ટર આપ્યું છે. તેની મદદથી રાઇડર્સ બેટરી, સ્પીડ સાથે પેડલ આસિસ્ટ લેવલ અને ઓડોમીટર વિશે માહિતી મેળવે છે. આ ઉપરાંત તેમાં એક મોટુ હૉર્ન પણ આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સાઇકલ 2A ચાર્જર સાથે આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બેટરીની મદદથી આ ઈલેક્ટ્રિક સાઈકલ 2 કલાક અને 30 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.


જબરદસ્ત રેન્જ - 
આ નવી ઈલેક્ટ્રિક સાઈકલ T-Rex Airમાં કંપનીએ 250Wની ઇલેક્ટ્રિક મોટર આપી છે. આ ઉપરાંત તેમાં 10.2AH દૂર કરી શકાય તેવી લિથિયમ-આયન બેટરી પણ આપવામાં આવી છે. આ સાયકલ 5-લેવલ પેડલ આસિસ્ટ સાથે બજારમાં ઉપલબ્ધ છે. તેની મદદથી આ ઇલેક્ટ્રિક સાઇકલ 50 કિમીથી વધુની રેન્જ પૂરી પાડે છે. વળી, જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે, ત્યારે તમે તેનો ઉપયોગ ગિયરવાળી સાયકલ તરીકે પણ કરી શકો છો. આ ઈલેક્ટ્રિક સાઈકલમાં 25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પણ આપવામાં આવી છે.


કેટલી છે કિંમત  
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંપનીએ ઈમોટોરાડની આ ઈલેક્ટ્રિક સાઈકલ T-Rex Airને 34,999 રૂપિયાની કિંમતે લૉન્ચ કરી છે. તમે આ સાયકલનો ઉપયોગ બેટરી અને ગિયરવાળી સાયકલ બંને તરીકે કરી શકો છો.


                                                                                                                  


Car loan Information:

Calculate Car Loan EMI