Highest Driving Range Electric Car:  ઈલેક્ટ્રિક કાર ખરીદતા પહેલા ઘણા લોકોના મનમાં તેની ડ્રાઈવિંગ રેન્જ વિશે ચોક્કસ સવાલો હોય છે, પછી તે વ્યક્તિ સસ્તી ઇલેક્ટ્રિક કાર લેવા જતા હોય કે પછી મોંઘી લક્ઝરી કાર. બંને પરિસ્થિતિઓમાં ડ્રાઇવિંગ રેન્જ એક મોટી ચિંતા છે. આવી સ્થિતિમાં એક રિપોર્ટ અનુસાર એક કંપનીની ઓલ-ઇલેક્ટ્રિક કાર 1000 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપવા જઇ રહી છે.


ચીનની છે કંપની


ચાઈનીઝ EV નિર્માતા કંપની Neo એ તેની બીજી ઓલ-ઈલેક્ટ્રિક સેડાન કારનું અનાવરણ કર્યું છે. આ કારનું નામ Neo ET5 રાખવામાં આવ્યું છે. કંપનીએ દર વર્ષે આયોજિત તેના કાર્યક્રમના પ્રથમ દિવસે તેને રજૂ કર્યું છે. જોકે, આ કાર પહેલા માત્ર ચીનમાં જ ઉપલબ્ધ થશે. તે આવતા વર્ષે સપ્ટેમ્બરથી ચીનમાં ઉપલબ્ધ થશે. તેની શરૂઆતની કિંમત 3,28,000 યુઆન (38,93,918 રૂપિયા) રાખવામાં આવી છે.


કારની વિશિષ્ટતાઓ


Giznochina ના રિપોર્ટ અનુસાર, Neo ET5 એ રેન્જ ટેસ્ટિંગ દરમિયાન સ્ટાન્ડર્ડ 75kWh બેટરી સાથે 550 kmની ડ્રાઇવિંગ રેન્જ, 100kWh બેટરી સાથે 700km રેન્જ અને 150kWh બેટરી સાથે 1000kmની રેન્જ હાંસલ કરી છે. જો આ જ ડ્રાઇવિંગ રેન્જ  રિયલ રોડ એક્સપીરિયન્સમાં પણ ચાલુ રહેશે તો તે EVsના ભાવિ માટે એક મોટો ફેરફાર હશે.


એન્જિન પાવર


અહેવાલ મુજબ Neo ET5 એ ઇલેક્ટ્રિક સેડાન છે, જે આગળના ભાગમાં 150kWh અને પાછળના ભાગમાં 210kWh દ્વારા સંચાલિત છે. જે ડ્રાઇવિંગ કરતી વખતે કુલ 483hp પાવર અને 700Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ કારની સ્પીડની વાત કરીએ તો તે માત્ર 4.3 સેકન્ડમાં 0-100kmની સ્પીડ હાંસલ કરી શકે છે. બજારમાં તેની વાસ્તવિક સ્પર્ધા Tesla Model 3 સાથે થશે, જેની કિંમત ચીનમાં 30.36 લાખ રૂપિયા છે..


આ પણ વાંચોઃ Electric Scooter ખરીદતાં પહેલા જાણી લો આ 5 જરૂરી વાતો, નહીં તો થઈ શકે છે નુકસાન


Car loan Information:

Calculate Car Loan EMI