G20 Summit in India: ટૂંક સમયમાં જ ભારતમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારત આ સંમેલનનું આયોજન કરી રહ્યું હોય. ઈવેન્ટનું આયોજન કરવા માટે દિલ્હી પરિવહન વિભાગે હેરિટેજ મોટરિંગ ક્લબ ઓફ ઈન્ડિયા (HMCI)ના સહયોગથી ગઈકાલે દિલ્હીમાં વિન્ટેજ વ્હીકલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશના આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવવા માટે 50 વિન્ટેજ કાર અને 23 વિન્ટેજ ટુ વ્હીલરનો સમાવેશ થાય છે.
આ વર્ષે યોજાશે
G20 વિંટેજ વ્હીકલ ડ્રાઇવ કાર્યક્રમ દિલ્હીના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ લીલી ઝંડી બતાવીને કર્યું હતું. મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી દિલ્હી જીમખાના ક્લબ સુધીની ડ્રાઈવમાં દેશભરના કોર્પોરેટ નેતાઓ અને વિન્ટેજ કાર કલેક્ટરે ભાગ લીધો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી G20 સમિટ માટે આયોજિત કરવામાં આવ્યો હતો.
ભારતમાં પ્રથમ વખત યોજાશે
આ પહેલીવાર છે જ્યારે ભારત આ G20 સમિટનું આયોજન કરી રહ્યું છે. તેનાથી દેશને વિશ્વ સમક્ષ તેની આર્થિક વૃદ્ધિ અને ક્ષમતા દર્શાવવાની તક મળશે. વિન્ટેજ કાર અને બાઇકની રેલીમાં 1920 થી 1970 સુધીના લોકપ્રિય મોડલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં Rolls-Royce, Bentley, Fiat, Triumphs, Singers, Peugeot, Cadillac, Lincolns, Packards, Bugatti, Buicks, Alfa Romeo, Mustangs અને Mercedes જેવી અન્ય કંપનીઓના મોડલ પણ હાજર હતા.
શું હતો હેતુ?
'વિન્ટેજ ફોર લાઈફ' ના નારા સાથે આ વાહન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. ડ્રાઈવનો ઉદ્દેશ્ય વધતી જતી ફેશનના યુગમાં વિન્ટેજની પસંદગી કરી અને જુના વાહનોને નવા વાહનોને નવા વાહનો માટે ત્યજી દેવાના બદલે તેનો ઉપયોગ યથાવત રાખી તેને આપણા જીવનમાં વિન્ટેજને પ્રોત્સાહન આપવાનો છે સંદેશ દુનિયાને આપવાનો હતો. આ વિન્ટેજ વાહનોને તેમના માલિકો જ હંકારી રહ્યાં હતાં. જેમાં તેમની સાથે તેમનો પરિવાર અને મિત્રો શામેલ હતા.
G20 Summit : G-20માં PM મોદીના આ નિવેદનના અમેરિકાએ બે મોઢે કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલા G20 સમ્મેલનમાં હાજરી આપીને આવ્યા. પીએમ મોદીની હાજરીએ G20 સમ્મેલનમાં શામેલ થયેલા તમામ દેશોને ખાસા પ્રભાવિત કર્યા. G20 સંયુક્ત સંબધનમાં અમેરિકાએ જે પ્રકારે પીએમ મદીની પ્રશંસા કરી તેનાથી જ આ વાત ઘણે ખરે અંશે છતી થાય છે. અમેરિકાએ આજનો યુગ યુદ્ધ નો નથી ના નિવેદન બદલ પીએમ મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી.
અમેરિકાએ જણાવ્યું હતું કે, 'ભારતે ઇન્ડોનેશિયામાં તાજેતરમાં પૂર્ણ થયલા G-20 સમિટની બાલી ઘોષણા પત્ર વાટાઘાટોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતે સમિટના ઘોષણા પત્ર પર વાટાઘાટો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ. આપણી પાસે અન્ય પ્રાથમિકતાઓ વચ્ચે વ્યવહારૂ વૈશ્વિક અર્થવ્યવસ્થાના નિર્માણ માટેના આપણા પ્રયાસો યથાવત રાખી વર્તમાનની ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પડકારોને પહોંચી વળવાનો એક માર્ગ છે.
Car loan Information:
Calculate Car Loan EMI