Government e auction car portal: નવી અને શાનદાર કાર ખરીદવાનું સપનું તો ઘણા લોકોનું હોય છે, પરંતુ બજેટની મર્યાદાઓના કારણે વારંવાર આ પ્લાન કેન્સલ કરવો પડતો હોય છે. જો તમારી સાથે પણ આવું જ થતું હોય, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે! આપણા દેશમાં સરકાર હસ્તક એવા 3 સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ (MSTC, IBAPI અને eAuction India) છે, જ્યાંથી તમે 12 લાખ રૂપિયા સુધીની કિંમતની લક્ઝરી કાર માત્ર 3 થી 4 લાખ રૂપિયામાં ખરીદી શકો છો. બેંક લોન ન ચૂકવી શકનારા ડિફોલ્ટર્સ પાસેથી જપ્ત કરાયેલા વાહનો અને સરકારી વિભાગોની જૂની કારની અહીં ઈ-હરાજી થાય છે. તો ચાલો વિગતે જાણીએ કે આ પોર્ટલ કયા છે અને તમે કેવી રીતે સાવ સસ્તામાં શાનદાર કાર ઘરે લાવી શકો છો.

Continues below advertisement

1. MSTC પોર્ટલ: સરકારી વાહનોની હરાજી

MSTC એ ભારત સરકારનું એક ખૂબ જ અગ્રણી અને ભરોસાપાત્ર ઈ-કોમર્સ પોર્ટલ છે. આ વેબસાઈટ પર લશ્કર (આર્મી), પોલીસ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) અને વિવિધ સરકારી વિભાગોના જૂના વાહનો વેચવામાં આવે છે. જ્યારે પણ આ સરકારી વિભાગોમાં વાહનોનો નવો કાફલો આવે છે, ત્યારે જૂના અને ચાલુ કન્ડિશનના વાહનોને સાવ નજીવી રિઝર્વ પ્રાઈઝ સાથે હરાજી માટે મૂકવામાં આવે છે. તમે ઘરે બેઠા આ પોર્ટલ પર યુઝર તરીકે તમારું રજિસ્ટ્રેશન કરાવીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકો છો. અહીં 12 લાખ રૂપિયા સુધીની કિંમતની મોટી SUV કે સેડાન કાર માત્ર 2 થી 3 લાખ રૂપિયામાં તમારી બની શકે છે.

Continues below advertisement

2. IBAPI પોર્ટલ: બેંકોએ જપ્ત કરેલી લગભગ નવી કાર સસ્તામાં ખરીદો

ઓછા બજેટમાં કાર ખરીદવા માટે બીજો એક બેસ્ટ ઓપ્શન છે IBAPI (ઇન્ડિયન બેંક્સ ઓક્શન પ્રોપર્ટીઝ ઇન્ફર્મેશન) પોર્ટલ. તમને જણાવી દઈએ કે, જ્યારે કોઈ વ્યક્તિ કાર લોન લે છે અને સમયસર તેના હપ્તા (EMI) નથી ચૂકવી શકતો, ત્યારે બેંક તે વાહન જપ્ત કરી લે છે. બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની લોનના બાકી નીકળતા નાણાં વસૂલ કરવાનો જ હોય છે. આથી, બેંકો આવા જપ્ત કરેલા વાહનોની IBAPI પોર્ટલ દ્વારા ઓનલાઈન હરાજી કરે છે. અહીં 10 થી 15 લાખ રૂપિયાની કિંમતની, સાવ ઓછી ચાલેલી અને લગભગ નવી કહી શકાય તેવી કાર માત્ર 3 થી 4 લાખ રૂપિયાની શરૂઆતી બોલી (બિડિંગ) સાથે વેચવા મુકાય છે.

આ પણ વાંચોઃ માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટ ભરીને ઘરે લાવો નવી Hyundai Creta, જાણો દર મહિને કેટલી આવશે EMI?

3. eAuction India: એજન્ટ વિના સીધા જ હરાજીમાં લો ભાગ

ત્રીજું સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ભારત સરકારનું સત્તાવાર હરાજી પોર્ટલ 'eAuction India' છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અલગ-અલગ મંત્રાલયો દ્વારા જપ્ત કરાયેલા તેમજ સરપ્લસ (વધારાના) વાહનોની અહીં ઈ-હરાજીનું આયોજન કરવામાં આવે છે. આ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ અને સંપૂર્ણપણે પારદર્શક છે. અહીં સૌથી મોટો ફાયદો એ છે કે, ઓનલાઈન બોલી લગાવતા પહેલા તમે વાહનના યાર્ડની રૂબરૂ મુલાકાત લઈને કારની વર્તમાન સ્થિતિ પણ જાતે ચેક કરી શકો છો. જો તમે યોગ્ય સમયે સાચી રીતે બોલી લગાવો, તો કોઈપણ વચેટિયા (એજન્ટ) કે થર્ડ-પાર્ટી કમિશન ચૂકવ્યા વિના સાવ સામાન્ય બજેટમાં એક શાનદાર કારના માલિક બની શકો છો. આજે જ આ ત્રણેય પોર્ટલના નામ નોંધી લો અને તમારી મનપસંદ કારની શોધ શરૂ કરી દો.

આ પણ વાંચોઃ નવી કાર ખરીદવી છે? આ રહી ભારતની 5 સૌથી સસ્તી અને શાનદાર હેચબેક કાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ


Car loan Information:

Calculate Car Loan EMI