FASTag New Rule: ભારત સરકાર FASTag અંગે એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે. આ નવા નિયમના અમલમાં આવ્યા બાદ હાઇવે અને એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો નહીં લાગે અને ફાસ્ટેગ કાર્ડમાંથી વારંવાર પૈસા કપાશે નહીં. આ પાછળનું કારણ એ છે કે સરકાર ખાનગી વાહનો માટે ટોલ પાસ રજૂ કરી શકે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ ટોલ પાસ આવવાની સાથે લોકો વર્ષમાં એકવાર માત્ર 3,000 રૂપિયા ચૂકવીને ગમે ત્યાં મુસાફરી કરી શકશે. આ સાથે સરકાર લાઇફટાઇમ પાસ બનાવવાનું પણ વિચારી રહી છે.

Continues below advertisement


નવો FASTag નિયમ શું હશે?


ભારત સરકારે આખા વર્ષ માટે એક વખતની ચુકવણી દ્વારા ટોલ પાસ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વર્ષમાં માત્ર 3,000 રૂપિયા જમા કરાવવાથી કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર વાહન લઇ જવા પર કોઈ ટોલ ચૂકવવો પડશે નહીં. આ દરખાસ્તથી ટોલ સસ્તો તો થશે જ સાથે ટોલ ગેટ પર અવરજવર પણ સરળ બનશે.


ભારત સરકાર ફક્ત એક વર્ષ માટે નહીં પરંતુ લાઇફટાઇમ ટોલ પાસ રજૂ કરવાનું વિચારી રહી છે. આ સાથે, ૩૦,૦૦૦ રૂપિયાની એક વખતની ચુકવણીથી 15 વર્ષ માટે ટોલ પાસ જનરેટ થશે. ભારત સરકાર આ ટોલ પાસ નિયમ દ્વારા ટોલ વસૂલાતને સરળ બનાવવા માંગે છે. આ સાથે આ નવા નિયમના અમલીકરણ સાથે ટોલ બૂથ પર વાહનોની લાંબી કતારો પણ બંધ થઈ જશે.


નીતિન ગડકરીએ આ વાત કહી હતી


માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગયા મહિને કહ્યું હતું કે સરકાર ખાનગી વાહનો પાસેથી ટોલ વસૂલવા માટે માસિક અને વાર્ષિક ટોલ પાસની સુવિધા પૂરી પાડી શકે છે. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે કુલ ટોલ વસૂલાતના 26 ટકા ખાનગી વાહનોમાંથી આવે છે. જ્યારે 74 ટકા ટોલ વસૂલાત કોમર્શિયલ વ્હીકલ્સમાંથી થાય છે.


જો સરકાર આ નિયમો લાગુ કરે છે તો FASTag ખાતાધારકો માસિક અને વાર્ષિક ટોલ પાસ યોજના મુજબ અમર્યાદિત ઍક્સેસ મેળવી શકે છે, જેનાથી કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસવે પર રોકટોક વિના વાહન ચલાવી શકાય છે.


Tata Nexon EVનો દાવો પાસ કે ફેલ, શું છે આ ઇલેક્ટ્રિક કારની રિયલ રેન્જ?


Car loan Information:

Calculate Car Loan EMI