સરકારે ઓલા ઈલેક્ટ્રીક અને ઓકિનાવા દ્વારા ઓફર કરાયેલા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગની ઘટનાને લઈ તપાસનો આદેશ આપ્યો છે. સરકારે એક મહિનામાં રિપોર્ટ માંગ્યો છે. ગ્રાહકોની સુરક્ષા અને વાહનની મજબૂતાઈ અંગે વધતી જતી ચિંતાઓને કારણે આ પગલું ભરવું પડ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂણેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગ વિશે પૂછવામાં આવેલા એક સવાલ પર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સેક્રેટરી ગિરધર અરમાનેએ કહ્યું, 'અમે એક સ્વતંત્ર નિષ્ણાતને પૂછ્યું છે કે વાસ્તવિક કારણો અને સંજોગો શું છે.' "અમે પહેલાથી જ એક સ્વતંત્ર નિષ્ણાતને આ આગના વાસ્તવિક કારણની તપાસ કરવા માટે કહ્યું છે અને જો કોઈ સમસ્યા હશે, તો અમે ખાતરી કરીશું કે તેનું નિરાકરણ લાવવામાં આવે, તેમ અરમાને જણાવ્યું હતું.
આગની ઘટનાઓ વિશે પુષ્ટિ થયેલ નિવેદન આપવાનો ઇનકાર કરતા, તેમણે કહ્યું કે હાલ આ અંગે કંઈ કહેવું યોગ્ય નથી. નિષ્ણાતો વિગતવાર વિશ્લેષણ કરશે જેમાં તેઓ આગ કેવી રીતે લાગી તે શોધશે તેના બાદ જ કઈંક કહી શકાશે.
મીડિયા અહેવાલો અનુસાર, ઓલા ઈલેક્ટ્રીકના પ્રવક્તાએ સરકારી તપાસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઓલા ઈલેક્ટ્રિકના પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ સોશિયલ મીડિયા પર S1 પ્રો સ્કૂટરમાં આગ લાગતો વીડિયો જોયો છે. એક નિવેદન જારી કરીને, કંપનીના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે કહ્યું હતું કે, "સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને તેને ઠીક કરીશું.
શનિવારે એક નિવેદન જારી કરીને, કંપનીએ કહ્યું હતું કે, "અમે અમારા એક સ્કૂટર સાથે બનેલી પુણેની ઘટનાથી વાકેફ છીએ અને મૂળ કારણને સમજવા માટે તપાસ કરી રહ્યા છીએ અને આગામી થોડા દિવસોમાં વધુ અપડેટ્સ શેર કરીશું."કંપનીએ કહ્યું હતું કે 'અમે ગ્રાહક સાથે સતત સંપર્કમાં છીએ જે એકદમ સુરક્ષિત છે. ઓલામાં વાહન સુરક્ષા સર્વોપરી છે અને અમે અમારા ઉત્પાદનોમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો માટે પ્રતિબદ્ધ છીએ. અમે યોગ્ય પગલાં લઈશું.
Car loan Information:
Calculate Car Loan EMI