નવી દિલ્હી: હીરો મોટોર્કોર્પએ પોતાની HF Deluxe બાઈકને અપડેટ કરતા તેને ત્રણ નવા મોડલ રજૂ કર્યા છે, જ્યારે પહેલા આ બાઈકના માત્ર બે મોડલ ઉપલબ્ધ હતા. આ બાઈક તમને કુલ પાંચ મોડલમાં મળશે. ગ્રાહકોની જરૂરિયાતને જોતા તેમાં હવે કિક સ્ટાર્ટ + સ્પોક વ્હીલ્સ, કિક સ્ટાર્ટ + અલોય વ્હીલ્સ, સેલ્ફ સ્ટાર્ટ + અલોય વ્હીલ્સ, સેલ્ફ સ્ટાર્ટ + અલોય વ્હીલ્સ (બ્લેક વર્ઝન) અને સેલ્ફ સ્ટાર્ટ + અલોય વ્હીલ્સ i3S વર્ઝન મોડલ સામેલ છે.


હીરો HF Deluxeના પાંચેય મોડલની કિંમત

KICK START DRUM BRAKE ALLOY WHEEL - Fi ની કિંમત 49,000 રૂપિયા
KICK START DRUM BRAKE SPOKE WHEEL - Fi ની કિંમત 48,000 રૂપિયા
SELF START DRUM BRAKE ALLOY WHEEL - Fi ની કિંમત 57,175 રૂપિયા
SELF START DRUM BRAKE ALLOY WHEEL - Fi i3s ની કિંમત 58,500 રૂપિયા
SELF START DRUM BRAKE ALLOY WHEEL - Fi (બ્લેક વર્ઝન) ની કિંમત 57,300 રૂપિયા

હીરો HF Deluxe ના એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં BS6, 97.2 cc એન્જિન છે જે 8,000 rpm પર 7.94 bhp નો પાવર અને 6,000 rpm પર 8.05 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગેરબોક્સથી લેસ છે. ડાઈમેન્સન માટે Hf Deluxe Bs6 ની લંબાઈ 1965 mm, પહોળાઈ 720 mm, ઉંચાઈ 1045 mm, સૈડલ ઉંચાઈ 805 mm, વ્હીલ્સ બેસ 1235 mm, ગ્રાઉન્ડ ક્લીયરન્સ 165 mm અને ફ્યૂલ ટેન્ક કૈપેસિટી 9.6 લીટર છે. બ્રેકિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો તેમાં ફ્રંટમાં 130 mm ડ્રમ બ્રેક અને રિયરમાં 130 mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

Bajaj CT 100 સાથે મુકાબલો

હીરો HF Deluxe નો સીધો મુકાબલો Bajaj CT 100 BS6 સાથે થશે. આ બાઈકમાં કુલ બે મોડલ મળે છે. કિંમતની વાત કરીએ તો CT100 KS ALLOY વર્ઝનની કિંમત 43,994 રૂપિયા છે જ્યારે CT100 ES ALLOY ની 51,674 રૂપિયા છે. એન્જિનની વાત કરવામાં આવે તો 102cc સિંગલ સિલિંડર એયર કૂલ્ડ એન્જિ આપ્યું છે, પરંતુ હવે તે BS6 માં અપગ્રેડ થઈ ગયું છે. આ એન્જિન 7.7bhp નો પાવર અને 8Nm ટોર્ક જનરેટ કરે છે.

Car loan Information:

Calculate Car Loan EMI