Hero Splendor Plus:દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની, Hero MotoCorp, ના GST ઘટાડા પછી વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પરિણામે, હીરો સ્પ્લેન્ડર હવે કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક બની ગઈ છે. GST ઘટાડા પછી, જો તમે દિલ્હીમાં આ બાઇક ખરીદો છો તો તેની કિંમત કેટલી હશે તે જાણીએ.

Continues below advertisement

GST ઘટાડા પછી, હીરો સ્પ્લેન્ડર ₹73,764 માં ખરીદી શકાય છે. તે 97.2cc એન્જિન  છે જે 7.91bhp નો પાવર આપે  અને i3S ટેકનોલોજીને કારણે 70km/l ની માઇલેજ આપે છે.

હીરો સ્પ્લેન્ડર પ્લસ કેટલું સસ્તું છે?

Continues below advertisement

હીરો સ્પ્લેન્ડર પ્લસ પહેલા ₹80,166 માં 28% GST સાથે ઉપલબ્ધ હતું. હવે, ટેક્સ ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. પરિણામે, ગ્રાહકો હવે આ બાઇક ફક્ત ₹73,764 (એક્સ-શોરૂમ, દિલ્હી) ની શરૂઆતની કિંમતે ખરીદી શકે છે. આનો અર્થ એ છે કે આ  પોપ્યુલર બાઇક પર ₹6,402 નો સીધો ફાયદો થશે.

હીરો સ્પ્લેન્ડર પ્લસની ડિઝાઇન કેવી છે?

હીરો સ્પ્લેન્ડર પ્લસ હંમેશા સિંમ્પલ અને  ક્લાસિક ડિઝાઇન ધરાવે છે, જે તમામ ઉંમરના લોકોને આકર્ષિત કરે છે. નવા મોડેલમાં સુધારેલા ગ્રાફિક્સ અને ડ્યુઅલ-ટોન કલરમાં ઓપ્સંશ છે, જેમ કે ગ્રીન સાથે હેવી ગ્રે, પર્પલ સાથે બ્લેક અને મેટ શીલ્ડ ગોલ્ડ. તેની કોમ્પેક્ટ બોડી અને લાઇટ વેઇટ  આ બાઇકને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ચલાવવાનું સરળ બનાવે છે.

બાઇક એન્જિન અને માઇલેજ

Hero Splendor Plusમાં 97.2cc BS6 Phase-2 OBD2B  ક્યાન્ટએર  ફૂલ્ડ એન્જિન મળે છે. આ એન્જિન 8.02 PS પાવર અને 8.05 Nm ટોર્ક જનરેટ કરે કરે છે અને 4-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. તેની ટોપ સ્પીડ લગભગ 87 kmph છે. તેની સૌથી મોટી ખાસિયત તેની માઇલેજ  છે. આ બાઇક 70-80 kmpl ની માઇલેજ આપે છે, જે તેને ભારતની સૌથી ઇંધણ-કાર્યક્ષમ કોમ્યુટર બાઇક બનાવે છે.

રાઇવલ બાઇક્સ કેટલી સસ્તી?

બજેટ રાઇડર્સ માટે હીરો HF ડિલક્સ પણ એક સારો વિકલ્પ બની શકે છે. GST કપાત પછી તેની શરૂઆતની કિંમત ₹60,738 છે અને તે ₹5,805 સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. દરમિયાન, 125cc સેગમેન્ટમાં, Honda Shine 125, તેના વિશ્વસનીય એન્જિન અને કમ્ફર્ટ પર્ફોમ્સ સાથે, ₹85,590 થી શરૂ થાય છે અને ગ્રાહકો ₹7,443 સુધીની બચત કરશે. સૌથી મોટો ફાયદો Honda SP 125 પર મળશે, જે ₹93,247 થી શરૂ થાય છે અને ₹8,447 સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરવામાં આવી રહી છે.

 

 

 

 


Car loan Information:

Calculate Car Loan EMI