Honda Activa H Smart: ટુ-વ્હીલર ઉત્પાદક હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ દેશમાં તેના સૌથી લોકપ્રિય સ્કૂટર મોડલ એક્ટિવાના H-Smart વેરિઅન્ટને લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્કૂટરની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 74,536 રૂપિયા રાખી છે. આ સ્કૂટર H-Smart ટેક્નોલોજી સાથે કંપનીના હાલના Activa 6Gનું અપડેટેડ મોડલ છે.


કેટલી છે કિંમત?


હોન્ડા અનુસાર નવી એક્ટિવા એચ-સ્માર્ટ ત્રણ ટ્રિમમાં લાવવામાં આવી છે. જેમાં સ્ટાન્ડર્ડ, ડીલક્સ અને સ્માર્ટનો સમાવેશ થાય છે. તેમની એક્સ-શોરૂમ કિંમત અનુક્રમે ₹74,536, ₹77,036 અને ₹80,537 છે. આ સ્કૂટરમાં પાંચ નવા પેટન્ટ ટેક્નિકલ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.


શું છે નવું ?


કંપનીનો દાવો છે કે આ સ્કૂટરમાં સ્માર્ટ ફાઇન્ડ ફીચર આપવામાં આવ્યું છે, જેથી જ્યારે પણ યુઝર સ્માર્ટ કીનો ઉપયોગ કરીને ભીડમાં તેને શોધવાનો પ્રયાસ કરે છે, ત્યારે સ્કૂટર પોતે જ રિસ્પોન્ડ કરે છે. આ સ્માર્ટની મદદથી રાઇડર ફિઝિકલ કી વગર પણ સ્કૂટરને લોક અને અનલોક કરી શકે છે. આ સ્માર્ટ કીનો ઉપયોગ સ્કૂટરથી બે મીટરની ત્રિજ્યામાં થઈ શકે છે. આ સાથે નવી એક્ટિવા એચ-સ્માર્ટમાં એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સ્વિચ પણ આપવામાં આવી છે.


સુવિધાઓ કેવી છે?


નવી Honda Activa H-Smartમાં 12-ઇંચના ફ્રન્ટ એલોય વ્હીલ્સ, મોટા વ્હીલબેઝ, ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, લાંબો ફૂટબોર્ડ એરિયા, નવી પાસિંગ સ્વીચ, એડજસ્ટેબલ રીઅર સસ્પેન્શન અને DC LED હેડલેમ્પ્સ છે. જેના કારણે તેની સવારી ખૂબ જ સરળ બની જાય છે.


આ નવી તકનીકોનો કરાયો છે ઉપયોગ


કંપનીએ એક્ટિવા એચ-સ્માર્ટમાં ઘણી બધી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમાં 110cc PGM-FI એન્જિન આપવામાં આવ્યું છે. OBD2 સાથે આ એન્જિનમાં ઉન્નત સ્માર્ટ પાવર (eSP) ટેક્નોલોજી પણ ઉમેરવામાં આવી છે. આ સાથે અપડેટેડ પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઈન્જેક્શન, સુધારેલી સ્માર્ટ ટમ્બલ ટેક્નોલોજી, ACG સ્ટાર્ટર અને ફ્રિકશન રિડક્શન ટેક્નોલોજીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેટન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ પાવરટ્રેનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવ્યો છે.


ટીવીએસ જ્યુપિટરને આપશે ટક્કર?


ભારતમાં TVS Jupiterની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 73,488 રૂપિયા છે. તે 6 વેરિઅન્ટ અને 16 કલરમાં ઉપલબ્ધ છે. તેમાં 109.7cc BS6 એન્જિન છે, જે 7.77 bhpનો પાવર અને 8.8 Nmનો ટોર્ક જનરેટ કરે છે.


Car loan Information:

Calculate Car Loan EMI