હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડની ખૂબ જ લોકપ્રિય લક્ઝરી સેડાન હોન્ડા સિટી હવે ખરીદદારો માટે વધુ સસ્તી બની ગઈ છે. કંપનીએ જાહેરાત કરી છે કે 22 સપ્ટેમ્બર, 2025 થી આ કારની કિંમતોમાં ઘટાડો થશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. નવા GST દરો લાગુ થવાથી આ કાર પર ₹57,500 સુધીની કર બચત થશે. 

આ ઉપરાંત, કંપની આ મહિને આ ખાસ કાર પર ₹1.07 લાખ સુધીના વધારાના લાભો પણ આપી રહી છે. એકંદરે, જો તમે ઇચ્છો તો તમે આ કાર પર ₹1.64 લાખ સુધીના લાભો મેળવી શકો છો. હોન્ડા સિટીમાં ગ્રાહકો માટે e:HEV ટેકનોલોજી સાથે SV, V, VX અને ZX જેવા વેરિયન્ટ્સ છે. હાલમાં, કારની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹12.38 લાખ છે.

સમાચાર અનુસાર, કંપની માને છે કે GST દરોમાં ફેરફાર અને વધારાની ઑફર્સ દ્વારા હોન્ડા સિટીના વેચાણને વધુ વેગ મળશે. હોન્ડા સિટીમાં 1498cc એન્જિન છે. તે પ્રતિ લિટર 18.4 કિલોમીટર સુધીનું માઇલેજ આપે છે. કંપની હાલમાં આ કાર પર 10  વર્ષની વોરંટી આપી રહી છે. 

કારનું ઈન્ટીરિયર અને એક્સટીરિયર

બહારની ડિઝાઇન

નવી ગ્રિલ: સ્લિમ અને હોરીઝોન્ટલ ક્રોમ સ્ટ્રીપ્સ સાથેહેડલાઇટ્સ: સ્માર્ટ LED ડિઝાઇનબમ્પર અને રીઅર ડિઝાઇન: નવા બમ્પર અને રિફ્લેક્ટર લાઇટ્સ સાથે અપડેટવ્હીલ્સ: 15-16 ઇંચ ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સલંબાઈ: 25 મીમી વધારો

અંદરની ડીઝાઈન અને સુવિધાઓ

અંદરની ડીઝાઈનમાં: સફેદ અને બ્લેક ડ્યુઅલ-ટોન થીમઈન્ફોનમેન્ટ: 8-ઇંચ ટચસ્ક્રીન, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોકનેક્ટિવિટી: માયહોન્ડા કનેક્ટયુએસબી પોર્ટ્સ: 2 ટાઇપ-એ અને 2 ટાઇપ-સી પોર્ટ્સક્લાઇમેટ કંટ્રોલ: ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક એસીચાર્જિંગ: વાયરલેસ ચાર્જિંગ પેડસલામતી: 6 એરબેગ્સ, લેનવોચ, ADAS (હોન્ડા સેન્સિંગ)

જો તમે પ્રીમિયમ સેડાન શોધી રહ્યા છો, તો 2025 હોન્ડા સિટી એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેમાં આધુનિક સુવિધાઓ, સ્ટાઇલિશ ડિઝાઇન અને સુધારેલ સલામતી સુવિધાઓ શામેલ છે. 

GST કાઉન્સિલની 56મી બેઠકમાં હાલના ચાર-સ્તરીય કર દર માળખાને બદલે 5% અને 18% ના બે કર સ્લેબને મંજૂરી આપવામાં આવી છે. ટેક્સ સ્લેબ ચારથી ઘટાડીને બે કરવામાં આવ્યો અને 28 ટકા અને 12 ટકાના GST સ્લેબ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા. હવે આવનારા દિવસોમાં તહેવારની સિઝન દરમિયાન લોકો કારની ખરીદી કરશે, આ તહેવારોમાં કાર ખૂબ જ સસ્તી થઈ જવાની છે.      

 


Car loan Information:

Calculate Car Loan EMI