Honda Gold Wing Tour Motorcycle: હોન્ડા માત્ર સસ્તા બાઇક જ બનાવે છે એવું નથી પરંતુ એવી બાઇક પણ વેચે છે જેની કિંમત ઘણી વધારે છે. અહીં અમે હોન્ડા ગોલ્ડ વિંગ ટૂર (Honda Gold Wing Tour Motorcycle) વિશે વાત કરી રહ્યા છીએ, જેની કિંમત ટોયોટા ફોર્ચ્યુનરના બેઝ મોડલ કરતાં વધુ છે. ચાલો જાણીએ આ હોન્ડા બાઇકમાં એવું શું છે જેણે તેની કિંમત ફોર્ચ્યુનરની બરાબર રાખી છે.


ગયા વર્ષે ભારતમાં આ બાઇક લૉન્ચ કરવામાં આવી હતી


હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ગયા વર્ષે ભારતમાં આ બાઇક લૉન્ચ કરી હતી. તેની એક્સ-શોરૂમ કિંમતની વાત કરીએ તો તેની કિંમત 39 લાખ 70 હજાર રૂપિયા છે. હોન્ડા CBU રૂટ દ્વારા ભારતમાં આ બાઇકની આયાત અને વેચાણ કરે છે. આ બાઇક બુક કરવા માટે તમારે હોન્ડાની પ્રીમિયમ બિગવિંગ ડીલરશીપનો સંપર્ક કરવો પડશે.


હોન્ડાની આ બાઇકમાં જોવા મળશે ધાસું ફીચર્સ 
ગોલ્ડ વિંગ ટૂર બાઇકમાં ફુલ LED લાઇટિંગ સિસ્ટમ અને 7-ઇંચ ફુલ-કલર TFT ડિસ્પ્લે જેવી સુવિધાઓ છે. તે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે અને રાઈડિંગ, નેવિગેશન અને ઓડિયો માહિતી પ્રદાન કરે છે.


આ હોન્ડા બાઇકનું વજન 390 કિગ્રા છે


એક્સિલેંટ એર પ્રોટેક્શન માટે એક એક્સટેંડેડ ઇલેક્ટ્રિક સ્ક્રીન, બે યુએસબી ટાઇપ-સી સોકેટ્સ સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એરબેગ્સ અને અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આ હોન્ડા બાઇકનું વજન 390 કિગ્રા છે, તેમ છતાં તે ચલાવવામાં એકદમ સરળ છે. આમાં તમને 21.1 લીટરની મોટી ફ્યુઅલ ટેન્ક મળે છે અને બાઇકની સીટ હાઇટ 745mm છે.


હોન્ડા ગોલ્ડ વિંગ(Honda Gold Wing) પાવરટ્રેન
ગોલ્ડ વિંગ ટૂર 1833cc, લિક્વિડ-કૂલ્ડ, 4 સ્ટ્રોક, 24 વાલ્વ, ફ્લેટ 6-સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 124.7bhpનો પાવર અને 170Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન (DCT) સાથે જોડાયેલું છે. તેમાં આરામદાયક ક્રિપ ફોરવર્ડ અને બેક ફંક્શન પણ સામેલ છે. તે ટૂર થ્રોટલ-બાય-વાયર (TBW) સિસ્ટમ તેમજ ચાર રાઈડિંગ મોડ્સ - ટૂર, સ્પોર્ટ, ઈકોનોમી અને રેઈન મળે છે.


આ પણ વાંચો...


Royal Enfield: પૈસાની વ્યવસ્થા કરી રાખજો,માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે રોયલ એનફિલ્ડની આ 3 શાનદાર બાઇક


Car loan Information:

Calculate Car Loan EMI