હોન્ડા કાર્સ ઇન્ડિયા ટૂંક સમયમાં તેની લોકપ્રિય SUV, Elevate નું નવું એડિશન લોન્ચ કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પર નવી SUV નું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં તેનો સ્પોર્ટી લુક દર્શાવવામાં આવ્યો છે. આ નવી હોન્ડા કાર હ્યુન્ડાઇ ક્રેટા સાથે સીધી સ્પર્ધા કરશે. ટીઝરમાં કારની ડિઝાઇનનો માત્ર એક ભાગ જ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ જે દેખાય છે તે ખૂબ પ્રભાવશાળી છે. તેમાં અગાઉની બ્લેક એડિશન જેવી જ ડિઝાઇન છે, પરંતુ આ વખતે, કેટલાક નવા ફેરફારો પણ દેખાઈ રહ્યા છે.

Continues below advertisement

ટીઝરમાં શું બતાવવામાં આવ્યું છે?

હોન્ડાના ટીઝરમાં SUVના આગળના ભાગની ગ્રિલને નવા લુકમાં બતાવવામાં આવી છે. આ વખતે, ઉપરથી નીચે સુધી એક પાતળી રેડ લાઇન આપવામાં આવી  છે, જે તેને પહેલા કરતા વધુ સ્પોર્ટી બનાવે છે. વધુમાં, ફોગ લેમ્પ્સ પાસે અને એલોય વ્હીલ્સના બે સ્પોક્સ પર પણ રેડ રંગ દેખાય છે. વ્હીલ્સ બધા ગ્લોસ બ્લેક છે, જે તેમને પ્રીમિયમ લુક આપે છે. હેડલેમ્પ્સને જોડતી ક્રોમ લાઇન હવે બ્લેક કલર ફિનિશમાં આપવામાં આવી  છે, જેમ કે બ્લેક એડિશનમાં હતી.

Continues below advertisement

Explorer Edition

હોન્ડાએ તેના ટીઝર પોસ્ટમાં લખ્યું છે, "A bold companion for the explorer in you”  આ વાક્ય સૂચવે છે કે, આપની અંદરના એક્સપ્લોર માટે દમદાર સાથી, જો કે આ લાઇનથી અંદાજ લગાવી શકાય છે. આ SUVનું નામ Explorer Edition હોઇ શકે છે.

 જો કે, કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે નામની પુષ્ટિ કરી નથી. જો કે, અગાઉની અટકળો અને આ ટીઝરની થીમના આધારે, એવું લાગે છે કે આ નામ હોન્ડા એલિવેટ એક્સપ્લોરર એડિશન હોઈ શકે છે.કંપનીએ હજુ સુધી આ નામની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ અગાઉની અટકળો અને આ ટીઝરની થીમના આધારે, એવું લાગે છે કે,  Honda Elevate Explorer Edition જ તેનું નામ હશે.

એન્જિન અને પર્ફોમ્શન્સ

આ નવી એડિશન  એન્જિનમાં કોઇ બદલાવ કરવામાં નથી આવ્યો.  તે એ જ 1.5-લિટર, 4-સિલિન્ડર, નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળશે જો 119 bhpની પાવર  અને 145 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ SUV 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 7-સ્ટેપ CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પણ ઓફર કરવામાં આવશે. કંપની CNG વર્ઝન પણ ઓફર કરે છે, પરંતુ તે ડીલર-લેવલ ફિટમેન્ટ તરીકે ઉપલબ્ધ થશે.

ફીચર્સ અને  સુરક્ષા

હોન્ડા એલિવેટ હંમેશા તેની પ્રીમિયમ સલામતી અને સેફ્ટી કમ્ફર્ટ ફીચર્સ માટે જાણીતી હતી.  નવી એડિશનમાં આવા જ શાનદાર ફીચર્સ મળશે.  આ SUVમાં લેવલ-2 ADAS સિસ્ટમ, છ એરબેગ્સ, લેનવોચ કેમેરા, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ટ્રેક્શન કંટ્રોલ અને ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ જેવી આધુનિક સુવિધાઓ છે. કનેક્ટેડ ટેકનોલોજી, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને વાયરલેસ ચાર્જિંગ પણ શામેલ છે. હોન્ડા એલિવેટ SUV પર 3 વર્ષ/અમર્યાદિત કિલોમીટર વોરંટી આપે છે, જેને 7 કે 10 વર્ષ સુધી વધારી શકાય છે.

 

 

 


Car loan Information:

Calculate Car Loan EMI