Check Petrol Purity Pump: ભારતમાં આજકાલ એથનોલ બ્લેન્ડેડ પેટ્રોલને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. એક તરફ સરકાર તેના ફાયદાઓ વિશે સતત માહિતી આપી રહી છે, જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર એવો દાવો થઈ રહ્યો છે કે સામાન્ય પેટ્રોલના બદલે વધુ એથનોલવાળું ઇંધણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહનોના એન્જિનને નુકસાન થઈ રહ્યું છે.
આ ચર્ચાઓને કારણે કાર અને બાઈક માલિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે તેમની ગાડીમાં ભરાતું ઇંધણ ખરેખર કેટલું શુદ્ધ છે. જો તમને પણ આ અંગે ચિંતા હોય, તો કેટલીક સરળ રીતોથી તમે જાતે જ ઇંધણની ગુણવત્તા અને તેમાં રહેલા એથનોલની માહિતી જાણી શકો છો.
ફ્યુઅલ ડિસ્પેન્સર પર લાગેલા સ્ટિકર પર ધ્યાન આપો
જ્યારે પણ તમે પેટ્રોલ પંપ પર જાઓ, ત્યારે સૌપ્રથમ ફ્યુઅલ નોઝલ પાસે આવેલી ડિસ્પેન્સર મશીનના ડિજિટલ ડિસ્પ્લે અને તેના પર લગાવવામાં આવેલા સ્ટિકરને ધ્યાનથી જુઓ. સરકારના નિયમો મુજબ દરેક પેટ્રોલ પંપ માટે સ્પષ્ટ રીતે દર્શાવવું ફરજિયાત છે કે તે મશીનમાંથી કયા પ્રકારનું ઇંધણ આપવામાં આવી રહ્યું છે.
E10 એટલે પેટ્રોલમાં 10 ટકા એથનોલ મિશ્રિત છે.E20 એટલે 20 ટકા એથનોલ મિશ્રિત છે.E85 એટલે 85 ટકા એથનોલ ધરાવતું ઇંધણ.
તમારી ગાડીની યુઝર મેન્યુઅલમાં જે પ્રકારનું ઇંધણ સૂચવવામાં આવ્યું હોય, તે મુજબ જ યોગ્ય મશીનમાંથી પેટ્રોલ ભરાવવું જોઈએ.
આ પણ વાંચો: Flex Fuel: કેવી રીતે કામ કરે છે ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજી, શું આ CNG થી પણ ઓછું કરે છે પ્રદૂષણ ?
ફિલ્ટર પેપર ટેસ્ટથી કરો ચકાસણી
જો તમને શંકા હોય કે પેટ્રોલમાં વધુ એથનોલ અથવા પાણી ભેળવવામાં આવ્યું છે, તો તેની ચકાસણી સ્થળ પર જ કરી શકાય છે. ગ્રાહક અધિકારો મુજબ દરેક પેટ્રોલ પંપ પર ફિલ્ટર પેપર ઉપલબ્ધ રાખવું ફરજિયાત છે.
પંપ કર્મચારી પાસેથી ફિલ્ટર પેપર લઈને તેના પર પેટ્રોલના થોડા ટીપાં નાખો. જો પેટ્રોલ સંપૂર્ણ શુદ્ધ હશે તો તે કોઈપણ ડાઘ છોડ્યા વગર ઉડી જશે. પરંતુ જો કાગળ પર ઘાટો ડાઘ રહી જાય અથવા રંગીન લીટી દેખાય, તો સમજી લો કે ઇંધણની ગુણવત્તામાં ગડબડ હોઈ શકે છે.
ડેન્સિટી પર પણ રાખો નજર
પેટ્રોલની શુદ્ધતા અને તેની સાચી કેટેગરી ઓળખવાની સૌથી વિશ્વસનીય વૈજ્ઞાનિક રીત તેની ડેન્સિટી (ઘનતા) ચકાસવાની છે. દરેક પેટ્રોલ પંપ પર દરરોજ સવારે ઇંધણની ડેન્સિટી અપડેટ કરવામાં આવે છે, જે ડિસ્પ્લે સ્ક્રીન પર જોવા મળે છે.
સામાન્ય પેટ્રોલની ડેન્સિટી 720 થી 775 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર (kg/m³) વચ્ચે હોવી જોઈએ. જો સ્ક્રીન પર દર્શાવાતો આંકડો આ નિર્ધારિત મર્યાદાથી ઘણો ઓછો અથવા વધુ હોય, તો તે ઇંધણની ગુણવત્તામાં ગડબડ અથવા ભેળસેળ હોવાનો સંકેત હોઈ શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI