2024 Hyundai Alcazar Facelift Launched: તહેવારોની સિઝનમાં Hyundai India એ ભારતીય બજારમાં તેની લોકપ્રિય અને શક્તિશાળી SUV Alcazarનું ફેસલિફ્ટ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ આ કારને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વેરિએન્ટમાં લોન્ચ કરી છે. આ કારની પ્રારંભિક કિંમત 15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. પેટ્રોલ એન્જિન વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 14.99 લાખ રૂપિયા અને ડીઝલ એન્જિન વેરિઅન્ટની કિંમત 15.99 લાખ રૂપિયા છે. હવે આ કારને નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ આ કારને સૌપ્રથમ 18 જૂન 2021ના રોજ લોન્ચ કરી હતી અને હવે લગભગ 3 વર્ષ બાદ તેનું ફેસલિફ્ટ વેરિઅન્ટ લાવી છે. આ કારના ઈન્ટિરિયર અને એક્સટીરિયરમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. અહીં જાણો કંપનીએ નવા અલ્કાઝરમાં કયા ફેરફારો કર્યા છે ?


કંપનીએ તહેવારોની સિઝન પહેલા અલ્કાઝર લોન્ચ કરી છે. આ કાર 6 અને 7 સીટર ઓપ્શન સાથે માર્કેટમાં આવશે. આ કારમાં 2 એન્જિન ઓપ્શન ઉપલબ્ધ છે. એક 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને બીજું 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન ઉપલબ્ધ છે. માઈલેજની વાત કરીએ તો ટર્બો પેટ્રોલ એન્જિન 18 kmphની માઈલેજ આપશે અને ડીઝલ એન્જિન 20.4 kmphની માઈલેજ આપશે. કારમાં 8-વે પાવર ડ્રાઈવર સીટનો સપોર્ટ હશે.


કારને 4 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી


સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આ કારમાં ADAS ફીચર હશે. આ કારને 4 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે અને તેમાં 9 કલર ઓપ્શન મળશે. આ કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 40 અને 70 થી વધુ સેફ્ટી ફીચર્સ હશે. અદ્યતન ટેકનિકલ સુવિધાઓ વિશે વાત કરીએ તો તેમાં વેન્ટિલેટેડ સીટ, થાઈ કુશન એક્સ્ટેંશન, વાયરલેસ ચાર્જર અને પાછળની વિંડો સનશેડ સહિતની ઘણી સુવિધાઓ છે. આ સિવાય આ કારમાં 6 એરબેગ્સ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ સહિત અનેક સેફ્ટી ફીચર્સ છે. 


25,000 ની ટોકન રકમ આપી બુક કરી શકો


કંપનીએ નવા અલ્કાઝરને કુલ ચાર ટ્રિમ્સમાં રજૂ કરી છે. જેમાં એક્ઝિક્યુટિવ, પ્રેસ્ટિજ, પ્લેટિનમ અને સિગ્નેચરનો સમાવેશ થાય છે. તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે રસ ધરાવતા ગ્રાહકો રૂ. 25,000 ની ટોકન રકમ માટે કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક કરી શકે છે. 


10.25 ઇંચની ડ્યુઅલ સ્ક્રીન


Hyundai Alcazarની કેબિનમાં તે જ ડેશબોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રીતે તમે Creta ફેસલિફ્ટમાં મેળવો છો. તેમાં 10.25 ઇંચની ડ્યુઅલ સ્ક્રીન છે. આમાંથી એક ઈન્ફોટેનમેન્ટ માટે અને બીજું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તરીકે આપવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ-ટોન ટેન અને ડાર્ક કલર સ્કીમ છે. જે કેબિનમાં પ્રીમિયમ ફીલ આપે છે.


આવતા જ ધૂમ મચાવશે 3 લાખની આ ઈલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં 1200 km દોડશે


Car loan Information:

Calculate Car Loan EMI