Hyundai Bayon EMI: ભારતમાં હાલમાં જ હ્યુન્ડાઈએ પોતાની નવી SUV બેયોન (Bayon) લોન્ચ કરી છે. ત્યારથી બેયોનની ચર્ચા થઈ રહી છે. હ્યુન્ડાઈની આ નવી કાર તેના શાનદાર લુક અને ઓછી કિંમતને કારણે બજારમાં ધૂમ મચાવી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં આ કારની માગ બજારમાં ઝડપથી વધી શકે છે.

Continues below advertisement

આજે આપણે જાણીશું કે જો તમે હ્યુન્ડાઈ બેયોન કાર ખરીદવા માગતા હોય તો તેના માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે અને દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે. તો ચાલો જાણીએ કે હ્યુન્ડાઈ બેયોનના બેઝ મોડલને ઘરે લાવવા માટે કુલ કેટલો ખર્ચ થશે અને તેનું સંપૂર્ણ EMI ગણિત કેવું રહેશે.

Continues below advertisement

બેઝ મોડલની ઓન-રોડ કિંમત

તમને જણાવી દઈએ કે ભારતીય બજારમાં હ્યુન્ડાઈ બેયોનની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત આશરે રૂ.9.99 લાખ રાખવામાં આવી છે. જ્યારે તમે આ કાર ખરીદવા માટે શોરૂમ પર જાઓ છો ત્યારે એક્સ-શોરૂમ કિંમત ઉપરાંત RTO ચાર્જ, રોડ ટેક્સ, ઇન્શ્યોરન્સ અને ફાસ્ટેગ જેવા જરૂરી ખર્ચ અલગથી ઉમેરાય છે. જો દિલ્હી-NCRની વાત કરીએ તો આ કારનું રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સ આશરે રૂ.75,000 જેટલો થાય છે.

આ ઉપરાંત, ત્રણ વર્ષના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ અને એક વર્ષના ઓન-ડેમેજ ઇન્શ્યોરન્સ માટે આશરે રૂ.45,000નું પ્રીમિયમ ચૂકવવું પડે છે. તમામ સરકારી કર અને અન્ય ખર્ચ ઉમેર્યા બાદ હ્યુન્ડાઈ બેયોનના બેઝ મોડલની કુલ ઓન-રોડ કિંમત આશરે રૂ.11.25 લાખથી રૂ.11.45 લાખની વચ્ચે પહોંચે છે.

ડાઉન પેમેન્ટ અને બેંક લોન 

જો તમે કાર ખરીદવા માટે એકસાથે સંપૂર્ણ રકમ ચૂકવવા માગતા ન હોવ તો બેંક લોનની મદદ લઈ શકો છો. સામાન્ય રીતે બેંકો કારની ઓન-રોડ કિંમતના આશરે 80થી 90 ટકા સુધીની રકમ લોન તરીકે મંજૂર કરી શકે છે.

જો તમે બેયોનનું બેઝ મોડલ ખરીદવા માટે પોતાના ખિસ્સામાંથી આશરે રૂ.2.45 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો તો બાકીની આશરે રૂ.8.80 લાખની રકમ બેંક લોન તરીકે મળી શકે છે. તમે તમારી સુવિધા અનુસાર ડાઉન પેમેન્ટની રકમ વધારી પણ શકો છો. શરૂઆતમાં જેટલું વધારે ડાઉન પેમેન્ટ કરશો તેટલી જ તમારી લોનની રકમ ઓછી થશે.

EMIનું ગણિત સમજો 

કાર લોન પર વ્યાજદર તમારા ક્રેડિટ સ્કોર અને બેંકના નિયમોના આધારે નક્કી થાય છે. હાલના ઉદાહરણ મુજબ, જો કાર લોન પર વાર્ષિક 9.5 ટકાના દરે વ્યાજ ગણવામાં આવે અને તમે રૂ.8.80 લાખની લોન પાંચ વર્ષ માટે લો તો તમારી દર મહિનાની EMI આશરે રૂ.18,500 થશે.

જો તમે આ લોન સાત વર્ષ માટે લો છો તો દર મહિનાનો હપ્તો ઘટીને આશરે રૂ.14,500 થઈ શકે છે. જોકે, લાંબા સમયગાળાની લોનમાં માસિક હપ્તો ઓછો થાય છે, પરંતુ કુલ મળીને બેંકને વધુ વ્યાજ ચૂકવવું પડે છે.

કાર લોન લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

હ્યુન્ડાઈ બેયોન માટે કાર લોન લેતી વખતે કેટલીક મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.  લોન લેતાં પહેલાં બે-ત્રણ અલગ-અલગ બેંકોના વ્યાજદર અને પ્રોસેસિંગ ફીની સરખામણી કરો. જો તમારો CIBIL સ્કોર 750થી વધુ હોય તો બેંક સાથે ઓછા વ્યાજદર માટે વાતચીત કરી શકો છો.

શક્ય હોય ત્યાં સુધી લોનનો સમયગાળો પાંચ વર્ષથી વધુ ન રાખવાનો પ્રયાસ કરો, જેથી વધારાનું વ્યાજ ચૂકવવું ન પડે. તહેવારોની સીઝન અથવા ખાસ ઑફર્સ દરમિયાન કાર ખરીદવાથી કેટલીક વખત બેંકની ફાઇલિંગ ફી અને પ્રોસેસિંગ ફીમાં છૂટ મળી શકે છે. આ રીતે  યોગ્ય ડાઉન પેમેન્ટ, વ્યાજદર અને લોનનો સમયગાળો પસંદ કરીને કાર ખરીદવાનો ખર્ચ તમારા બજેટ પ્રમાણે ગોઠવી શકાય છે.


Car loan Information:

Calculate Car Loan EMI