Hyundai Creta New Variants: હ્યૂન્ડાઇ ક્રેટા SX પ્રીમિયમ અને EX(O) ના બે નવા વેરિયન્ટ્સ બજારમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. આ વેરિઅન્ટ્સ અપડેટ્સ સાથે બજારમાં લાવવામાં આવ્યા છે. હ્યૂન્ડાઇએ આ વેરિઅન્ટ્સમાં અન્ય વેરિઅન્ટના કલર ઓપ્શનની સાથે ન્યૂ એડિશન ફેસિલિટી લાવી છે. ઓટોમેકર્સે આ કારના ટોપ-સ્પેક ટ્રીમ્સ SX (O) ની કિંમતમાં પણ વધારો કર્યો છે.

Continues below advertisement


સૌથી સસ્તા મૉડલમાં પેનોરેમિક સનરૂફ 
હ્યૂન્ડાઇ ક્રેટાના નીચલા ટ્રીમ EX (O) માં પેનોરેમિક સનરૂફ ફિચર પણ આપવામાં આવી રહ્યું છે. તેના સ્ટાન્ડર્ડ મૉડલમાં LED રનિંગ લેમ્પ્સ લગાવવામાં આવ્યા છે. ક્રેટાના આ વેરિઅન્ટની કિંમત ૧૨.૯૭ લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ વેરિઅન્ટ 1.5-લિટર ટર્બો ડીઝલ અને 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. આ એન્જિન સાથે 6-સ્પીડ મેન્યૂઅલ અથવા CVT ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ છે.


હ્યૂન્ડાઇ ક્રેટા SX પ્રીમિયમ વેરિઅન્ટ 
હ્યૂન્ડાઇ ક્રેટાનું આ નવું પ્રીમિયમ વેરિઅન્ટ બોસ 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 8-વે પાવર્ડ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને બધી સીટ્સ સાથે આવે છે. ચામડાની અપહોલ્સ્ટરી પૂરી પાડવામાં આવી છે. ક્રેટાનું આ વેરિઅન્ટ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જેમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને CVTનો વિકલ્પ છે. આ વેરિઅન્ટમાં 1.5-લિટર ટર્બો ડીઝલ એન્જિન પણ છે, જે ફક્ત મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવે છે.


નવા કલર ઓપ્શનની સાથે આવી Hyundai Creta 
હ્યૂન્ડાઇ ક્રેટામાં મૉશન સેન્સર સાથે સ્માર્ટ કી ફિચર આપવામાં આવી રહ્યું છે. આ કારના S (O) અને SX (O) ટ્રીમમાં રેઈન સેન્સર પણ ઉપલબ્ધ હશે. આ સાથે, વાયરલેસ ચાર્જર અને સ્કૂપ્ડ સીટબેકની સુવિધા હવે આ કારના પાછળના ભાગમાં પણ ઉપલબ્ધ થશે. આ સાથે, આ કારમાં બે નવા રંગ વિકલ્પો પણ ઉપલબ્ધ થશે - ટાઇટન ગ્રે મેટ અને સ્ટેરી નાઇટ. આ બંને કલર ઓપ્શન હ્યૂન્ડાઇ ક્રેટાના બધા વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.


આ પણ વાંચો


4 સેકન્ડથી પણ ઓછા સમયમાં 100 kmph ની સ્પીડ, Porsche ની આ ઇલેક્ટ્રિક કાર છે સૌથી ફાસ્ટ EV


                                                                                                                                                 


 


Car loan Information:

Calculate Car Loan EMI