Best Affordable Premium Look 7-Seater Car: જ્યારે પણ આપણે 7 સીટર કાર ખરીદવાનું વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાં એક પ્રશ્ન આવે છે કે, આ કાર ચોક્કસપણે મોંઘી હશે, પરંતુ એવું નથી. ભારતીય બજારમાં કેટલીક 7-સીટર કાર છે જે પ્રીમિયમ દેખાવ સાથે આવે છે અને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ 7-સીટર કારમાંથી એક રેનો ટ્રાઇબર છે, જે દેખાવ અને સુવિધાઓમાં ખૂબ પ્રીમિયમ છે.


 રેનો ટ્રાઇબર કાર પણ સેફ્ટીના મામલે ઘણી સારી માનવામાં આવે છે. બીજી મોટી વાત એ છે કે 7 પેસેન્જર બેસ્યા પછી પણ કારમાં નાના બાળકો પણ બેસી શકે તેટલી જગ્યા હશે.


Renault Triber 7 સીટરની કિંમત શું છે?


Renault Triberની એક્સ-શોરૂમ કિંમત 5 લાખ 99 હજાર રૂપિયા છે, જે ભારતીય બજારમાં મારુતિ અર્ટિગા અને Kia Carens સાથે સ્પર્ધા કરે છે. Renault Triber 1.0-L પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે પાંચ-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તેનું પાવર આઉટપુટ 72bhpનો પાવર અને 96Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.


આ શાનદાર ફીચર્સ રેનો ટ્રાઈબરમાં ઉપલબ્ધ છે


રેનો ટ્રાઇબર એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને માઉન્ટેડ કંટ્રોલ સાથે સ્ટીયરિંગ, પુશ-બટન સ્ટાર્ટ/અપ, LED DRLs સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવી ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ મેળવે છે.


ટ્રાઇબરનું વ્હીલબેઝ 2,636mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 182mm છે. લોકોને વધુ જગ્યા મળી રહે તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર અંગે કંપનીનો દાવો છે કે, ટ્રાઈબર સીટને 100થી વધુ રીતે એડજસ્ટ કરી શકાય છે. તમે આ કારને લિમિટેડ એડિશનમાં ખરીદી શકો છો. કારમાં પિયાનો બ્લેક ફિનિશ સાથે 14 ઇંચના ફ્લેક્સ વ્હીલ્સ અને ડ્યુઅલ ટોન ડેશબોર્ડ પણ છે.                                                                            


આ પણ વાંચો
Royal Enfield Bullet 350 ખરીદવા માટે કેટલી આપવી પડશે EMI? જાણો કેટલું આપવું પડશે ડાઉન પેમેન્ટ


 


 


Car loan Information:

Calculate Car Loan EMI