Jeep Compass Turbo Petrol Engine Variant: જીપ કમ્પાસની લાઇન-અપમાં અન્ય વેરિઅન્ટ એડ કરવામાં આવ્યું છે. આ કારના એન્જિનમાં ફેરફાર સાથે આ નવું વેરિઅન્ટ આંતરરાષ્ટ્રીય બજારમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. જીપ કમ્પાસ વૈશ્વિક બજારમાં 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. ભારતીય બજારની વાત કરીએ તો, જીપ રેંગલર (Jeep  Wrangler) અને ગ્રાન્ડ ચેરોકી (Grand Cherokee) 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉપલબ્ધ છે.


જીપ કમ્પાસ ટર્બો પેટ્રૉલ એન્જિનનો પાવર 
જીપ કમ્પાસનું 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 272 એચપીની શક્તિ પ્રદાન કરે છે અને 400 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન જીપ કમ્પાસના આ મોડલને સૌથી પાવરફુલ વેરિઅન્ટ બનાવે છે. જીપ કમ્પાસના આ યૂનિટમાં ડાયરેક્ટ ઈન્જેક્શન અને ડ્યૂઅલ વીપીટી સેટઅપ છે, જેના કારણે આ કાર 6.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે. આ વેરિઅન્ટની ટોપ-સ્પીડ 228 kmph છે. આ કારમાં 300 mmની બ્રેક ડિસ્ક પણ લગાવવામાં આવી છે.


ભારતમાં આવશે આ મૉડલ ?
ભારતીય બજારમાં જીપ કંપાસની પેટ્રોલ લાઇન-અપમાં હાલમાં કોઈ કાર નથી. વળી, ગયા વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે જીપ ઇન્ડિયા ફરી એકવાર તેની પેટ્રોલ લાઇન-અપ ભારતમાં લાવવાની તૈયારી કરી રહી છે. જો આ કારનું પેટ્રોલ વેરિઅન્ટ ભારતમાં આવે છે, તો તેનું પેટ્રોલ એન્જિન થોડું નાનું હોઈ શકે છે. આ કારમાં ભારતીયોને 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 185 hpનો પાવર જનરેટ કરશે. જીપ કમ્પાસ આ એન્જિનનું વેરિઅન્ટ ભારતમાં વર્ષ 2025માં લાવી શકે છે.


આવનારા સમયમાં આ એન્જિન સાથે જીપ મેરિડિયન પણ માર્કેટમાં આવી શકે છે. અને આ પહેલા તેનું ફેસલિફ્ટ વર્ઝન માર્કેટમાં આવશે. જીપ મેરિડિયન ફેસલિફ્ટ આ વર્ષના અંતમાં ભારતીય બજારમાં પ્રવેશી શકે છે.


                                                                                                                                                                                                                                                                  


Car loan Information:

Calculate Car Loan EMI