Kia Carens CNG Launch: દેશમાં CNG કારની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. બજારમાં હાજર ઘણા કાર ઉત્પાદકો હાલમાં તેમનું ધ્યાન CNG સેગમેન્ટ તરફ કેન્દ્રિત કરી રહ્યા છે. ભુતકાળમાં બજારમાં ઘણા નવા CNG મોડલ્સ પણ જોવા મળ્યા છે. તેની માંગનું સૌથી મોટું કારણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો છે. હાલમાં મારુતિ સુઝુકી આ સેગમેન્ટમાં અગ્રણી કંપની છે. આ સેગમેન્ટમાં વધતા બજારને જોતા દક્ષિણ કોરિયન ઓટોમેકર કિયા મોટર્સ ટૂંક સમયમાં દેશમાં તેની CNG કાર લોન્ચ કરી શકે છે. આમાં Kia Carens CNG પણ સામેલ હશે. લોન્ચ થયા બાદ આ કાર મારુતિ અર્ટિગા સીએનજી અને મારુતિ ગ્રાન્ડ વિટારા સીએનજી જેવી કારને ટક્કર આપશે. આ એક પાવરફુલ 7 સીટર સીએનજી કાર હશે જે માર્કેટમાં વધુ સારા વિકલ્પ તરીકે ઉભરી શકે છે.


કેવું હશે એન્જિન?


Kia Carens CNG ફેક્ટરી ફીટ CNG કિટ સાથે 1.4L ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત થશે. આ એન્જિન 140 PS પાવર અને 242 Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપી શકાય છે.


મળશે શાનદાર માઈલેજ 


દેશમાં હાલમાં 7 સીટર સીએનજી કારના સેગમેન્ટમાં ઘણી માંગ છે. Kia Carens CNG લૉન્ચ થયા બાદ તેમાં વધુ માઇલેજ અને ઘણા શાનદાર ફીચર્સ જોવા મળી શકે છે. જ્યારે દેખાવ અને ડિઝાઇનના સંદર્ભમાં, Kia Carens મારુતિ Ertiga CNG કરતાં વધુ સારી છે.


કેટલો થશે ખર્ચ?


Kia Carens હાલમાં પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે આવે છે. આ કારમાં 6 અને 7 સીટર વિકલ્પો ઉપલબ્ધ છે. આ કાર પ્રીમિયમ, પ્રેસ્ટિજ, પ્રેસ્ટિજ પ્લસ, લક્ઝરી અને લક્ઝરી પ્લસ જેવા ટ્રિમ સાથે કુલ 19 વેરિઅન્ટમાં આવે છે. હાલમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત 10.20 લાખ રૂપિયાથી લઈને 18.45 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે કેરેન્સ સીએનજીની શરૂઆતી કિંમત 12 લાખ રૂપિયા હોઈ શકે છે.


સોનેટમાં પણ સીએનજીનો વિકલ્પ મળશે


મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, Kia Motors આગામી કેટલાક મહિનામાં તેની SUV કાર Sonetને CNG વર્ઝનમાં પણ લોન્ચ કરી શકે છે. આ કાર મારુતિ સુઝુકી બ્રેઝા સીએનજી સાથે ટક્કર આપશે, જે લૉન્ચ થતાં જ માર્કેટમાં આવશે.


Kia EV9: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે કિયાની નવી ઈલેક્ટ્રિક લકઝરી SUV EV6, 500 km થી વધારે હશે રેંજ


કિયા મોટર્સે તેની પ્રથમ SUV  EV6 સાથે ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં શરૂઆત કરી હતી. હવે આ પછી કંપની બીજી ફુલ સાઇઝ SUV EV9 પર પણ કામ કરી રહી છે. કંપની આવતા વર્ષે આ મોટી લક્ઝરી ઇલેક્ટ્રિક એસયુવીનું અનાવરણ કરશે. EV9 ઇલેક્ટ્રિક મોડલ ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર આધારિત હશે, જેના પર કંપનીનું EV6 પણ આધારિત છે. EV9 જે 4WD સિસ્ટમ સાથે આવશે તે સાચા અર્થમાં SUV હશે.


EV9 નો લુક અને રેંજ


તસવીર પરથી ખબર પડે છે કે EV9 મોટી અને બોક્સી લુકમાં આવનારી SUV હશે, જેમાં સેલ્ટોસ જેવી કેટલીક લાઈનો પણ જોવા મળશે. આ નવી કારની ડિઝાઈનનો કોન્સેપ્ટ બતાવવા માટે  કંપનીએ અગાઉ એક ટીઝર રિલીઝ કર્યું હતું. જેમાં આ કારમાં બ્લેન્ક્ડ ઑફ ગ્રિલ અને સ્લિમ LED લેમ્પ્સ દેખાઈ રહ્યા હતા. આ કારના વ્હીલ્સ પણ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ વાહનમાં 500 કિમી કે તેથી વધુની રેન્જ આપવા માટે ડ્યુઅલ મોટર બેટરી સેટઅપ આપવામાં આવશે. EV9 એ પ્રીમિયમ SUV હશે જે EV6 કરતા ઉપરના વર્ગમાં બનાવવામાં આવશે.


Car loan Information:

Calculate Car Loan EMI