Upcoming Cars: કાર ઉત્પાદક કંપની કિયાની કાર ભારતીય બજારમાં ઘણી વેચાય છે. કંપની દેશમાં સેલ્ટોસ, સોનેટ અને કાર્સ જેવી કારનું વેચાણ કરે છે. હવે Kia ટૂંક સમયમાં દેશમાં બે નવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં Kia Carnival અને Kia Seltos facelift સામેલ છે. આ બંને કાર આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે.
હાલ દેશમાં મિડ સાઇઝ એસયુવીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ
હાલમાં દેશમાં મિડ સાઈઝની એસયુવી કારનું ખૂબ વેચાણ થાય છે. આ કાર્સમાં સ્કોડા કુશક, હ્યુન્ડાઈ ક્રેટા, ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર, ફોક્સવેગન ટિગન અને નવી ગ્રાન્ડ વિટારા જેવી કારનો સમાવેશ થાય છે. હવે આ સેગમેન્ટમાં Kiaના નવા વાહનો સામેલ થવા જઈ રહ્યા છે.
કેવી હશે પાવરટ્રેન?
આ બંને કારને તેમના વર્તમાન મોડલ જેવું જ એન્જિન મળી શકે છે. કિયા સેલ્ટોસ ફેસલિફ્ટમાં 1.5 લિટર પેટ્રોલ, 1.4 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન ત્રણ વિકલ્પો મળી શકે છે. જ્યારે કાર્નિવલનું પ્રીમિયમ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આ કારમાં 2.2 લિટર ડીઝલ એન્જિન મળી શકે છે. આ એન્જિન 200bhp પાવર અને 440Nm મહત્તમ ટોર્ક પેદા કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા કાર્નિવલને 2023 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી શકે છે.
સેલ્ટોસ ફેસલિફ્ટ થયું શરૂ પરીક્ષણ
કિઆએ તેની આગામી સેલ્ટોસ ફેસલિફ્ટનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. ટેસ્ટિંગમાં જોવા મળેલા મોડલને એકદમ ફ્રેશ લુક આપવામાં આવ્યો છે. ફીચર્સ તરીકે, તેમાં નવી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફરીથી ડિઝાઈન કરેલા બમ્પર અને નવા એલોય વ્હીલ્સ, નવા ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને LED લાઈટ્સ આપવામાં આવી શકે છે.
ટાટાએ પણ લોન્ચ કર્યા બે વેરિઅન્ટ
વાહન ઉત્પાદક ટાટા મોટર્સે દેશમાં તેની Safari SUVના બે નવા વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. આ નવા વેરિઅન્ટ્સ XMS અને XMAS છે, જેની એક્સ-શોરૂમ કિંમત અનુક્રમે રૂ. 17.96 લાખ અને રૂ. 19.26 લાખ છે. આ કિંમતો પ્રારંભિક છે એટલે કે આ કિંમતો થોડા સમય માટે જ અસરકારક રહેશે. તેમાં વર્તમાન સફારીની જેમ 2.0 L ડીઝલ એન્જિન મળશે. આ વેરિઅન્ટ્સ સફારી લાઇનઅપમાં XM અને XT વેરિઅન્ટથી ઉપર હશે.
Car loan Information:
Calculate Car Loan EMI