New Generation Mahindra Bolero: 2000માં લોન્ચ થઈ ત્યારથી, મહિન્દ્રા બોલેરો કંપનીની સૌથી વધુ વેચાતી SUVમાંની એક છે. 2011 ના ઉત્તરાર્ધમાં બીજી જનરેશન તરીકે રજૂ કરાયેલ, આ SUV તેની ત્રીજી જનરેશનમાં છે અને હવે આગામી જનરેશનના પરિવર્તન માટે તૈયાર છે. જોકે, નવી બોલેરોને માર્કેટમાં આવતાં બેથી ત્રણ વર્ષનો સમય લાગશે. આ મૉડલમાં મોટા અપગ્રેડ કરવામાં આવશે, સાથે જ તેના અંડરપિનિંગમાં પણ મોટા ફેરફારો કરવામાં આવશે. નવી Mahindra Bolero ને U171 નામના નેક્સ્ટ જનરેશન આર્કિટેક્ચર પર ડિઝાઇન કરવામાં આવશે.


 મહિન્દ્રા કંપની ઘણા નવા વાહનો લાવશે
કંપની આ નવા આર્કિટેક્ચરનો ઉપયોગ તેની આવનારી છથી વધુ એસયુવી અને પિકઅપ ટ્રક માટે કરશે. અહેવાલો અનુસાર, મહિન્દ્રાની આગામી પ્રોડક્ટ લાઇનઅપમાં નવા U171 પ્લેટફોર્મ પર આધારિત ઓછામાં ઓછી ત્રણ SUVનો સમાવેશ થઈ શકે છે, જે બ્રાન્ડને વાર્ષિક આશરે 1.5 લાખ યુનિટનું વેચાણ હાંસલ કરવામાં મદદ કરશે. તેની આગામી U171-આધારિત પિકઅપ રેન્જ સાથે, મહિન્દ્રા મેન્યુફેક્ચરિંગ ખર્ચને કંન્ટ્રોલ કરતા કોમ્પિટેટિવ પ્રાઈઝ પોઈન્ટ હાંસલ કરવામાં સક્ષમ બનશે. આ સાથે કંપનીનું વેચાણ બમણું થવાની ધારણા છે. જો કે, આ નવા U171 આર્કિટેક્ચર પર આધારિત પ્રથમ મોડલ 2026 અથવા 2027માં આવવાની શક્યતા છે.


ઘણા સિટિંગ લેઆઉટમાં ઉપલબ્ધ થશે
નવી મહિન્દ્રા બોલેરો 5 અને 7-સીટ સહિત ઘણી બેઠક વ્યવસ્થા સાથે ઓફર કરવામાં આવશે. SUVનું 5-સીટર વર્ઝન લગભગ 4 મીટર લાંબી હશે અને તે હાલની બોલેરો અને બોલેરો નિયોને રિપ્લેસ કરી શકે છે. 7-સીટર બોલેરોને 3-રો સિટિંગ મળી શકે છે, જે સ્કોર્પિયો N માં જોવા મળે છે. આ મોડલ લાઈનઅપમાં ફોર્સ સિટિલિન 9-સીટર MUVને પડકારવા માટે એક એક્સ્ટ્રા લોંગ XL વેરિઅન્ટનો પણ સમાવેશ થશે.


મલ્ટીપલ વ્હીલબેઝ અને પાવરટ્રેનનો વિકલ્પ ઉપલબ્ધ હશે
આ ઉપરાંત, નવી બોલેરો મલ્ટીપલ વ્હીલબેઝ અને પાવરટ્રેન વિકલ્પો સાથે આવશે. વર્તમાન જનરેશનની બોલેરો 1.5L ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે જે 76bhpનો પાવર જનરેટ કરે છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 9.90 લાખથી રૂ. 10.91 લાખ સુધીની છે. નવી બેઝિક સ્ટ્રક્ચર, સારી સ્ટાઇલ અને ઇન્ટિરિયર સાથે, નવી મહિન્દ્રા બોલેરોની કિંમત હાલના મોડલ કરતાં થોડી વધારે હોવાની શક્યતા છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial


 


Car loan Information:

Calculate Car Loan EMI