Mahindra Thar Armada: મહિન્દ્રા તેની નવી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મહિન્દ્રા થાર આર્મડા (Thar Armada)  આ વર્ષે 15 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે. મહિન્દ્રાની આ નવી કાર થારનું 5-ડોર વર્ઝન હોઈ શકે છે. આ કાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. થાર આર્મડામાં માત્ર ડોર જ બદલવામાં નથી આવ્યા, પરંતુ અન્ય ઘણી સુવિધાઓ પણ બદલવામાં આવી છે. આ ફેરફારો સાથે, આ વાહનને વધુ પ્રીમિયમ બનાવવામાં આવી રહ્યું છે.


થાર આર્મડા (Thar Armada)માં નવા ફિચર્સ ઉપલબ્ધ થશે
થાર આર્મડામાં એક નવું ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સ્થાપિત જોવા મળે છે. આ કારમાં મહિન્દ્રા XUV 3XOની જેમ 10.25 ઈંચની સ્ક્રીન ફીટ કરી શકાય છે. આ ફિચર્સ સાથે, સનરૂફ, પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, રિયર વ્યૂ કેમેરા, રિયર એસી વેન્ટ્સ અને એલઇડી લાઇટિંગ જેવી ઘણી સુવિધાઓ આ નવા થારમાં જોઈ શકાશે. આ નવા ફીચર્સ સાથે આ કાર પ્રીમિયમ લુકમાં માર્કેટમાં આવી શકે છે.


કેવી હશે પાવરટ્રેન?
મહિન્દ્રા થાર આર્મડાની પાવરટ્રેન ડીઝલ અને ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટમાં સ્કોર્પિયો N જેવી હોઈ શકે છે. સ્કોર્પિયો એનથી વિપરીત, આ નવું થાર પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં 4*2 અને 4*4 વેરિઅન્ટ સાથે લોન્ચ થઈ શકે છે. મહિન્દ્રાની આ નવી કાર 3 ડોર થાર કરતા વધુ કમ્ફર્ટ આપી શકે છે. સાથે રિમોટ ફ્યુઅલ ફિલર કેપ ઓપનિંગનું ફિચર પણ મળી શકે છે. આ સિવાય થાર આર્મડામાં વધુ જગ્યા પણ જોવા મળી શકે છે.


થાર આર્મડાની કિંમત શું હશે?
થાર આર્મડાના લોન્ચિંગની સાથે જ લોકો આ કારની કિંમત જાણવા માટે પણ ઉત્સાહિત છે. મહિન્દ્રા થાર આર્મડાની કિંમત સ્કોર્પિયો એન કરતાં વધુ હોઈ શકે છે. Mahindra Scorpio Nની એક્સ-શોરૂમ કિંમત 13.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 3-ડોર થારની વાત કરીએ તો આ કારની એક્સ-શોરૂમ કિંમત 11.30 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો જોવામાં આવે તો થાર આર્મડાની કિંમત રૂ. 15 લાખથી વધુ હોઇ શકે છે અને એવી અપેક્ષા પણ રાખી શકાય છે કે તેના ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 25 લાખને પાર કરી જશે. બંને થાર મોડલની કિંમતોમાં તફાવત સૂચવે છે કે થાર આર્મડા 3-ડોર થાર કરતાં વધુ પ્રીમિયમ હોઈ શકે છે.


Car loan Information:

Calculate Car Loan EMI