Mahindra Thar Roxx Launched: લાંબી રાહ જોયા બાદ કાર નિર્માતા મહિન્દ્રાએ આખરે તેની નવી ફાઇવ ડોર Thar Roxx લોન્ચ કરી છે. ખાસ વાત એ છે કે કંપનીએ તેને ગ્રાહકો માટે આકર્ષક કિંમતમાં રજૂ કરી છે. તેની શરૂઆતની કિંમત પેટ્રોલ વેરિઅન્ટ માટે 12 લાખ 99 હજાર રૂપિયા અને ડીઝલ વેરિઅન્ટની 13 લાખ 99 હજાર રૂપિયા હશે, જે એક્સ-શોરૂમ કિંમતો છે.


મહિન્દ્રા થાર રોક્સને લક્ઝરી, પરફોર્મન્સ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. 4 વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.


3 ડોર મોડલની સરખામણીમાં નવી થાર રોક્સમાં ખૂબ જ ખાસ ફીચર્સ તેમજ પાવરફુલ એન્જિન છે, જેના કારણે તે ગ્રાહકોની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. નવી મહિન્દ્રા થાર રોક્સ ફાઇવ ડોર એસયુવીની કિંમત કોચીમાં અભિનેતા અને ગાયક ફરહાન અખ્તરના કોન્સર્ટમાં જાહેર કરવામાં આવી હતી. ચાલો જાણીએ મહિન્દ્રા થાર રોક્સના ફિચર્સ વિશે.




મહિન્દ્રા થાર રોક્સ એન્જિન


મહિન્દ્રા થાર રોક્સની પાવરટ્રેન વિશે વાત કરીએ તો તેમાં 2 લિટર, 4 સિલિન્ડર, mStallion ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે, જે 160bhpનો પાવર અને 330nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય આ થારમાં 2.2 લીટર, 4 સિલિન્ડર, mHawk ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તે 150bhpનો પાવર અને 330nmનો ટોર્ક જનરેટ કરે છે.


ડિઝાઇન અને ફીચર્સ


મહિન્દ્રા થાર રોક્સ 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, ડિજિટલ કલર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એસી વેન્ટ્સ અને Dual Tone Upholstry સાથે આવે છે. મહિન્દ્રા થાર રોક્સમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને પેનોરેમિક સનરૂફ છે. આ સુવિધા 3-દરવાજાના મોડેલમાં શામેલ નથી.




થોર રોક્સની ડિઝાઇન વિશે વાત કરીએ તો તેમાં નવી ગ્રીલ, સી શેપ્ડ LED લાઇટ્સ, બહેતર બૂટ સ્પેસ, સર્કુલર ફોગ લેમ્પ્સ હશે. આ સાથે મહિન્દ્રાની આ કોમ્પેક્ટ SUVમાં ADAS લેવલ 2 ફીચર આપવામાં આવ્યું છે. તેમાં પાછળના એસી વેન્ટ્સ છે અને કારમાં આગળ અને પાછળના આર્મરેસ્ટ્સ પણ આપવામાં આવ્યા છે. આ કારમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ લગાવવામાં આવ્યા છે અને સુરક્ષા માટે 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે. 


આ પણ વાંચોઃ


હવે પછી આ કારોની કિંમત 4 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ જશે, જાણો તમામ વિગતો


Car loan Information:

Calculate Car Loan EMI