Maruti Brezza vs Kia Syros: જો તમે 10 લાખ રૂપિયા સુધીના બજેટમાં નવી કોમ્પેક્ટ SUV લેવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં અત્યારે બે કાર તમને સૌથી વધુ કન્ફ્યુઝ કરી શકે છે - મારુતિ સુઝુકી બ્રેઝા અને નવી કિયા સાયરોસ. આ બંને કાર પોતપોતાની રીતે શાનદાર છે, પરંતુ તે બંનેના એન્જિન, ફીચર્સ, સેફ્ટી, સ્પેસ અને કિંમતમાં નોંધપાત્ર તફાવત છે. બ્રેઝા તેની માઈલેજ અને ભરોસા માટે જાણીતી છે, જ્યારે સાયરોસ તેના પ્રીમિયમ ફીચર્સ અને પાવર માટે આકર્ષિત કરે છે. આ આર્ટિકલમાં અમે તમને બંને કારની સરળ ભાષામાં સરખામણી કરીને જણાવીશું કે તમારી જરૂરિયાત મુજબ કયો વિકલ્પ બેસ્ટ રહેશે.

Continues below advertisement

એન્જિન પાવર અને માઈલેજની ટક્કર

સૌથી પહેલા વાત કરીએ કારના હાર્ટ એટલે કે એન્જિનની. મારુતિ બ્રેઝામાં તમને 1.5-લિટરનું પેટ્રોલ એન્જિન મળે છે, જે 103 PS નો પાવર અને 136 Nm નો ટોર્ક જનરેટ કરે છે. જો તમે સારી માઇલેજ ઈચ્છતા હોવ, તો બ્રેઝા બેસ્ટ છે કારણ કે તે 1 લિટરમાં 19 થી 20 કિલોમીટર સુધીની એવરેજ આરામથી આપી શકે છે.બીજી તરફ, કિયા સાયરોસ તમને વધુ વિકલ્પો આપે છે. આમાં 1.0-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિનનો ઓપ્શન મળે છે. એટલે કે પાવર અને એન્જિન ઓપ્શનના મામલે સાયરોસ એક ડગલું આગળ છે.

Continues below advertisement

ફીચર્સ અને ટેકનોલોજી: કોણ છે હાઇટેક?

જો તમને નવી ટેકનોલોજી અને ફીચર્સનો શોખ હોય, તો કિયા સાયરોસ તમને વધુ આકર્ષિત કરશે. આ એક મોડર્ન SUV છે જેમાં મોટું પેનોરેમિક ડિસ્પ્લે, ડ્યુઅલ સનરૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ સીટ્સ અને કનેક્ટેડ કાર ટેક જેવી લેટેસ્ટ સુવિધાઓ આપવામાં આવી છે.સામે છેડે, બ્રેઝા પણ પાછળ નથી. તેમાં પણ સનરૂફ, હેડ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી કેમેરા અને સારી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. જોકે, તેનો લુક અને ફીલ સાયરોસ જેટલો હાઇટેક કે પ્રીમિયમ નથી લાગતો.

આ પણ વાંચોઃ પેટ્રોલનું ટેન્શન ખતમ! હવે E85 અને E100 ઇંધણ પર ચાલશે વાહનો, જાણો સરકારના આ નિર્ણયથી શું અસર થશે

સેફ્ટી અને બૂટ સ્પેસ (ડિકીની જગ્યા)

બંને કાર સેફ્ટીના મામલે સારી છે, પરંતુ કિયા સાયરોસમાં લેવલ-2 ADAS સિસ્ટમ જેવી એડવાન્સ સેફ્ટી મળે છે, સાથે 6 એરબેગ્સ, ABS અને EBD પણ છે. બ્રેઝામાં પણ ESP, હિલ હોલ્ડ આસિસ્ટ, એરબેગ્સ અને પાર્કિંગ સેન્સર જેવા જરૂરી સેફ્ટી ફીચર્સ છે જે રોજના ઉપયોગ માટે પૂરતા છે.જો સામાન મૂકવાની જગ્યાની વાત કરીએ તો અહીં પણ કિયા સાયરોસ આગળ છે. તેમાં 390 લિટરની બૂટ સ્પેસ મળે છે, જ્યારે બ્રેઝામાં 328 લિટરની જગ્યા છે.

કિંમત અને આખરી નિર્ણય

બજેટની વાત કરીએ તો મારુતિ બ્રેઝા થોડી સસ્તી પડે છે. તેની શરૂઆતી કિંમત અંદાજે ₹8.26 લાખ છે. જ્યારે કિયા સાયરોસ થોડી પ્રીમિયમ હોવાથી તેની કિંમત અંદાજે ₹8.40 લાખથી શરૂ થાય છે.

તમારે કઈ કાર લેવી જોઈએ?

જો તમને પાવરફુલ એન્જિન, હાઇટેક ફીચર્સ, પ્રીમિયમ લુક અને વધુ સ્પેસ જોઈતી હોય, તો કિયા સાયરોસ તમારા માટે પરફેક્ટ છે.

જો તમને એક ભરોસાપાત્ર, સારી માઇલેજ આપતી, મેઇન્ટેનન્સમાં સસ્તી અને રોજબરોજના ઉપયોગ માટે સંતુલિત કાર જોઈતી હોય, તો મારુતિ બ્રેઝા આંખ બંધ કરીને લઈ શકાય.


Car loan Information:

Calculate Car Loan EMI